પ્રશાંત ઢીવરે/સુરત: વીર નર્મદે યુનિવર્સિટીનો નવતર પ્રયોગ સામે આવ્યો છે. પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની લેપટોપ થકી પરીક્ષા લેવામાં આવી છે. ટાઈપિંગ, વોઈસ, કમાન્ડ, સ્ક્રીન, રીડર ફીટબેક થકી પરીક્ષાનો પ્રયાસ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ 2022 2023 ના સત્રમાં પ્રવેશ, પરીક્ષા પરિણામ સંદર્ભ અનેક ફેરફાર બદલાવ કર્યા છે. જેમાં હવે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની રાઇટર વિના જ લેપટોપ થકી પરીક્ષા લેવાનો સરાહનીય પ્રયાસ કરાયો છે. યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગમાં ભણતા મીત મોદીએ હાલમાં સેમેસ્ટર-4 ની પરીક્ષા રાઇટની મદદથી વિના જ આપી હતી. ટાઈપિંગ, વોઈસ, કમાન્ડ, સ્કીન, રીડર ફીડબેકથી પરીક્ષાના આ પ્રયાસને અધ્યાપકોએ વધાવી લીધો છે.


માત્ર 5 વર્ષમાં ખેડૂતો બની શકે છે કરોડપતિ, આ વૃક્ષો વાવો અને થઈ જાઓ ટેન્શન ફ્રી


આ બાબતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડા જણાવ્યું કે, અમારી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં શૈક્ષણિક સત્ર 2022-23માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપન ડિજિટલ ઇન્ડિયા એન્ડ પાવર મેન્ટ ટૂ ટેકનોલોજી આ સંદર્ભની અંદર જે પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે. તેઓને રાઇટરની મુશ્કેલીઓ ન પડે તેની જગ્યાએ ટેકનોલોજી ના માધ્યમથી પરીક્ષા આપે તેની માટે યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગ દ્વારા મીત મોદી જેઓ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી છે.તેઓ સેમેસ્ટર 4માં આ ટેકનોલોજીના માધ્યમથી પરીક્ષા આપી છે.અમે તેઓએ આ પ્રયાસ માટે તેમનો હું આભાર માની રહ્યો છું.


આજે એક પરિવાર વિખેરતો બચી ગયો! અરવલ્લી અભયમની ટીમે જીવનને આપ્યો એક સુખદ વળાંક


વધુમાં જણાવ્યું કે, તમામ પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે. તેઓ આ રીતે કોઈને પણ મદદ વિના પોતે આ રીતે આત્મનિર્ભર બને લોકલ ફોર વોકલ બને અને તે સાથે જ એ લોકો પોતાના જાત મહેનતથી તમામ પ્રકારની શિક્ષણ વ્યવસ્થાઓ મેળવી શકે છે. એની માટે યુનિવર્સિટી દ્વારા આ પ્રયાસ કરવામાં આવ્યો છે. અને યુનિવર્સિટીની તમામ સંલગ્નન કોલેજોમાં અભ્યાસ કરતા આ પ્રકારના વિદ્યાર્થીઓ આગામી પરીક્ષાઓમાં તેઓ રાઇટરની મદદ લેવા કરતા આ રીતે ટેકનોલોજીથી પરીક્ષા આપી શકે છે. 


Corona: કોરોના વાયરસનો કહેર ક્યારે સમાપ્ત થશે, નિષ્ણાતે આપ્યું મોટું અપડેટ


યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના વિદ્યાર્થી મીત મોદી પ્રજ્ઞાચક્ષુ હોય લેપટોપ અને ડિજિટલ માધ્યમથી તેઓ પરીક્ષા આપી શકે તે માટે યુનિવર્સિટી પ્રરશાસન દ્વારા સુવિધા પૂરી પાડવા માં આવી હતી. સામાન્ય કિસ્સામાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે રાઇટર રાખવી પરીક્ષા લેવામાં આવે છે. જેમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. હવે નવી શિક્ષણનીતિ જોગવાઈ ને આધીન અને નવી ટેકનોલોજી ની મદદથી પરીક્ષા લેવાનો પ્રયાસ કરાયો હતો. કુલપતિ ડો કિશોરસિંહ ચાવડાએ હકારાત્મ અભિગમ દાખવતા વિદ્યાર્થી મીત મોદીને લેપટોપ અને તેને લગતી જરૂરી તાલીમ આપવામાં આવી હતી. જેને આધારે મીત મોદીએ ટાઈપિંગ,વોઈસ,કમાન્ડ અને સ્ક્રીન ,રીડર, ફીટબેક પદ્ધતિનો ઉપયોગ કરી ખુદ સરળતા થી પરીક્ષા આપી હતી.


બાપ રે! સુરતમાં ક્રિકેટ સટ્ટા રેકેટનો આંક 8000 કરોડને પાર, આ જગ્યાએથી થતું ઓપરેટ


આ બાબતે પરીક્ષા આપનાર મીતએ જણાવ્યુંકે, આ પરીક્ષાની મેથડ એ રીતની છે આ પરીક્ષામાં વોઈસ ટાઈપિંગ એવું કશું નથી.અમે લોકો સ્ક્રીન રેકોર્ડિંગ સોફ્ટવેર યુઝ કરીએ છીએ. આ સોફ્ટવેર અમને કોમ્પ્યુટર કાતો લેપટોપના સ્ક્રીન ઉપર જે પણ ટેક્સ હોય છે.તેને વાંચવા માટે આ સોફ્ટવેર અમને મદદરૂપ થાય છે. તો આ ટેક્સ ને અમે ઓડિયો ફીટબેક દ્વારા સાંભળી શકીએ છીએ. અને એ માધ્યમથી અમે આખા કોમ્પ્યુટરને ઓપરેટ કરી શકીયે છીએ. તો આજ ટેકનોલોજીના માધ્યમથી પરીક્ષાઓમાં આપવામાં આવતા પીડીએફ પેપરમાં કવેસનો હોય છે.અને ટેક્સ સાંભળીને મારે તેના જવાબ વર્લ્ડ ફાઇલમાં ટાઈપ કરવાના હોય છે.


માતાનું લગ્ન પહેલાનું 27 વર્ષ જૂનું સપનું પૂર્ણ, ખુદ PMને જાણ થતાં મા-દીકરીને મળ્યાં


યુનિવર્સિટી દ્વારા આ પ્રકારે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીના ઉપયોગ થકી ડિજિટલ માધ્યમ થતી પરીક્ષા અભ્યાસની પહેલ હાથ ધરવામાં આવી છે.