ઓહ બાપ રે! સુરતમાં ક્રિકેટ સટ્ટા રેકેટનો આંક 8000 કરોડને પાર, હવાલાના પુરાવા મળતા ED તપાસમાં જોડાઈ
સુરત ઇકો સેલ દ્વારા છ મહિના પહેલા સુરતના ડીંડોલી વિસ્તારમાંથી મોટો સત્તા બેટિંગનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું. આ સટ્ટા બેટીંગમાં 6 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: સટ્ટા બેટિંગના રેકેટનો આંક 8000 કરોડને પાર પહોંચી ગયો છે. 6 મહિના પહેલા કરવામાં આવેલી કાર્યવાહીમાં ફરાર સુરતનો આરોપી કૌશલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. હુસેન કોસર દ્વારા જુગારની એપ દ્વારા રૂપિયાની હેરાફેરી કરવામાં આવતી હતી. એટલું જ નહીં, રૂપિયા 3.30 કરોડ પણ સીઝ કરવામાં આવ્યા છે, આ ઉપરાંત આરોપીએ લેપટોપ અને મોબાઈલ ફોનના ડેટા ડીલીટ કર્યા છે.
સુરત ઇકો સેલ દ્વારા છ મહિના પહેલા સુરતના ડીંડોલી વિસ્તારમાંથી મોટો સત્તા બેટિંગનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું. આ સટ્ટા બેટીંગમાં 6 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં કરોડો રૂપિયાના હવાલા કાંડની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમાં 250 જેટલા બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે ઇકો સેલ દ્વારા છ મહિનાથી પોલીસથી નાસ્તા પડતા હુસેન કોશરની હિમાચલ પ્રદેશથી ઝડપી પાડ્યો હતો આ આખે આખું સટ્ટા બેટીંગ કૌભાંડ 8000 કરોડનું છે.
ક્રિકેટ સત્તામાં હવાલાના પુરાવા મળતા ઇડી પણ તપાસમાં જોડાઈ ગઈ છે. iplના ક્રિકેટનો સટ્ટો યુક્રેન અને દુબઈથી સંચાલિત કરવામાં આવી રહ્યો હતો. આ પ્રકરણમાં સંખ્યાબંધ ડમી સીમકાર્ડ તથા 16 જેટલા ભાડા કરાર સહિત સંખ્યાબંધ દસ્તાવેજી પુરાવા પોલીસ દ્વારા સીજ કરવામાં આવ્યા છે. આ કૌભાંડ સુરત જ નહીં પરંતુ ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, ગાંધીધામ અને ભાવનગર સુધી તાર સંકળાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
હાલ તો પોલીસની અલગ અલગ ટીમો બનાવીને આ સટ્ટા રેકેટના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવાની કવાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે