સુરત: બાઇક ચાલક સાથે જબરજસ્તી કરતો TRB જવાનનો વીડિયો વાયરલ
ટ્રાફિકમાં ફરજ બજાવતા TRB જવાનોની દાદાગીરીનો વધારે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં સહારા દરવાજા પાસે ટીઆરબી જવાનોએ જાણે પોતે જ સર્વસ્વ હોય તેવો રૂઆબ કર્યો હતો. જે વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યો છે. એક વ્યક્તિને ટીઆરબી જવાન પરાણે બાઇકમાંથી ઉતારીને પોતે બાઇક પર બેસી જાય છે. અને ચાલક આજીજી કરતો દેખાય છે.
સુરત : ટ્રાફિકમાં ફરજ બજાવતા TRB જવાનોની દાદાગીરીનો વધારે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં સહારા દરવાજા પાસે ટીઆરબી જવાનોએ જાણે પોતે જ સર્વસ્વ હોય તેવો રૂઆબ કર્યો હતો. જે વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યો છે. એક વ્યક્તિને ટીઆરબી જવાન પરાણે બાઇકમાંથી ઉતારીને પોતે બાઇક પર બેસી જાય છે. અને ચાલક આજીજી કરતો દેખાય છે.
રાજસ્થાનના રાજકારણમાં હવે ગેહલોત સરકારને ફરી ગુજરાત કનેક્શન નડી શકે છે
આ સમયે ત્યાં ટ્રાફીક પોલીસ હોય તેવું વીડિયોમાં દેખાતુ નથી. ખરેખર ટીઆરબી જવાનની કામગીરી માત્ર ટ્રાફિક નિયમનની હોય છે. કોઇ સ્થળ પર ટ્રાફીકની સમસ્યા ન સર્જાય તે જોવાનું જ તેનું કામ હોય છે. તેના બદલે બ્રિજની નીચે બેસીને વાહન ચાલકો સાથે દાદાગીરીનાં પરવાનેદાર હોય તે પ્રકારનું વર્તન સામે આવ્યું છે.
વડોદરા: મેમણ કોલોનીમાં લોનની ઉઘરાણીએ ગયેલા 2 પર છરીથી હુમલો, એક ગંભીર
અગાઉ પણ ટીઆરબી જવાનો જન્મદિવસની રોડ પર ઉજવણી કરતા 9 જુલાઇ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત અગાઉ તત્કાલીન પોલીસ કમિશ્નર રાઉન્ડ પર નિકળ્યા ત્યારે રસ્તા પર ટ્રાફીક જામ હતો અને ટીઆરબી જવાનો ટોળે વળીને
બેઠા હતા. જેના પગલે 6 જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બે મહિના અગાઉ ટીઆરબી જવાન એસીબીના છટકામાં પણ ભરાયો હતો. શાકભાજીની લારીવાળા પાસેથી હપ્તો ઉઘરાવતો તેનો વીડિયો વાયરલ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર