• અત્યારસુધી ડિફેન્સના જવાનો માટે બેગ અને પેરશૂટનું કાપડ ચીનથી આયાત કરવામાં આવતું. જોકે જે રીતે ભારત ચીન વચ્ચેના સંબંધોમાં તણાવ ઉભો થતા આ કાપડની આયાત કરવાનું બંધ કર્યું હતું. બાદમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર બનાવવાનું સપનું સુરતે પૂરું કર્યું


ચેતન પટેલ/સુરત :સમગ્ર દેશ સહિત દુનિયામાં જાણીતું સુરતનું કાપડ હવે ડિફેન્સમાં પણ જોવા મળશે. ચીનની અવળચંડાઈ બાદ ભારત દેશ આત્મનિર્ભર બની રહ્યો છે. ડિફેન્સના જવાનોને વધુ મજબૂત બનાવવા માટે હવે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ પેરાશૂટ અને જવાનોના બેગ બનાવવાની ખાસ ફેબ્રિક ઉત્પાદન કરવા માટે તત્પર બન્યું છે. હાલ જ આ ખાસ ફેબ્રિકને કેન્દ્રીય લેબ દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે. હાલ આ પ્લાન્ટ અંકલેશ્વર અને સુરતમાં નાના પાયે સ્થાપવામાં આવ્યો છે. કુલ ઉત્પાદન થતા સાડા ચાર કરોડ મીટરમાંથી બે ટકા કાપડની ડિફેન્સમાં માંગ વધી છે.


આ પણ વાંચો : નવરાત્રિ પર પ્રતિબંધ, માત્ર મૂર્તિની આરતી જ કરી શકાશે, 200થી વધુ વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહિ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતે પૂરુ કર્યુ પીએમ મોદીનું સપનુ 
સમગ્ર વિશ્વમાં કાપડ નગરી તરીકે ઓળખાતું સુરત શહેર નવી ઊંચાઈ સર કરી રહ્યું છે. ટેક્સટાઇલ નગરી હવે ડિફેન્સ સેક્ટર તરફ આગળ વધી રહ્યું છે. અત્યારસુધી ડિફેન્સના જવાનો માટે બેગ અને પેરશૂટનું કાપડ વિદેશની કંપની બનાવતી હતી. અગાઉ આ કાપડ ચીનથી આયાત કરવામાં આવતું હતું. જોકે જે રીતે ભારત ચીન વચ્ચેના સંબંધોમાં તણાવ ઉભો થતા આ કાપડની આયાત કરવાનું બંધ કર્યું હતું. બાદમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર બનાવવાનું સપનું સુરતે પૂરું કર્યું છે. 


આ પણ વાંચો : ત્રણ પિતરાઈ ભાઈએ મળીને સગીર બહેનને પીંખી નાંખી, ત્રણેયની ઉંમર 14, 13 અને 10 વર્ષ 


સુરતનો ડંકો વિશ્વમાં વાગશે 
દેશના જવાનો માટે બેગ અને પેરાશુટનું કાપડ બનાવવાની શરૂઆત સુરતથી થઈ રહી છે. વિશ્વભરમાં રક્ષા ક્ષેત્રે વપરાતા કાપડનો ઈમ્પોર્ટ 40 ટકા ચીન કરતું હોય છે. હાલ ચીનમાં વસ્તુઓ મોંઘી થઈ છે. સાથે જ ચીનના પ્રોડક્ટથી યુરોપીય દેશો, જાપાન, કોરિયા અને અમેરિકા ચાઈનાની વસ્તુઓ મોટાભાગે વાપરવાનું ટાળી રહ્યા છે. સસ્તુ અને મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટથી તૈયાર કાપડ આવનાર વર્ષોમા વિદેશોમાં પણ ડંકો વગાડશે. 


અત્યાર સુધી ડિફેન્સ સેક્ટરમાં નાયલોન પોલિસ્ટ  ફેબ્રિક ઈમ્પોર્ટ કરવામાં આવતુ હતું. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટના કારણે આ ફેબ્રિકના સેમ્પલ લેવામાં આવ્યા અને તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું. ટેસ્ટિંગમાં આ કાપડ પાસ પણ થયું છે. 


આ પણ વાંચો : ‘મારો પતિ ઘરે નથી..’ કહીને પત્ની પુરુષોને બોલાવતી, અને પછી....


આ કાપડની ખાસિયત એ છે કે....


  • નાયલોન પોલિસ્ટર કાપડનું ટેસ્ટિંગ પણ વૈશ્વિક સ્તરે કરાયું છે. 

  • કેન્દ્ર સરકાર દ્વારા પણ તેને સર્ટિફાઇડ કરવામાં આવ્યું છે. જેથી આવનાર દિવસોમાં આ કાપડની વધુ ડિમાન્ડ ડિફેન્સ સેક્ટરમાં સ્પષ્ટ જોવા મળશે. 

  • પેરાશૂટ માટે ફેબ્રિક ખૂબ જ મજબૂત હોવું જરૂરી છે. 10 હજાર કિલો મીટર ઉપરથી જો પેરાશૂટ પડે તો પણ હવાનો માર ઝીલી શકે આ તમામ પાસાઓ ધ્યાનમાં રાખી લેબમાં કાપડ પ્રમાણિત કરવામાં આવતું હોય છે અને આ કાપડ તે માપદંડમાં ખરું ઉતર્યું છે. 


આ અંગે ફિયાસ્વી ઓલ ઇન્ડિયાના ચેરમેન ભરત ગાંધીએ ઝી 24 કલાક સાથે વાતચીત કરતા જણાવ્યું કે, રક્ષા ક્ષેત્રમા વપરાતા કાપડ કેન્દ્રના લેબમા પાસ થવું ખૂબ જ જરૂરી હતુ. હાલમા સુરતના રો મટીરીયલ્સની ગુણવત્તા પણ સ્ટાન્ડર્ડના નજીક આવી રહ્યુ છે. આ માટે હવે સુરતમા કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન મશીનો પણ મંગાવવામા આવ્યા છે. આવનારા મહિનામાં રીપેર લુમ્સ, વોટર જેટ લુમ્સ આવનાર દિવસોમાં ઈમ્પોર્ટ થશે.


આ પણ વાંચો : ZEE 24 કલાકના રિયાલિટી ચેકમાં અમદાવાદ મ્યુ. કમિશનરના દાવા પોકળ નીકળ્યા, જુઓ આ BRTS બસોને..