તેજશ મોદી, સુરત: કેટલાક લોકો પોતાના મોજશોખ પુરા કરવા માટે ચોરી કરતાં હોય છે, તો કોઈક વ્યક્તિ પોતાની મજબુરીમાં ગુનાને અંજામ આપે છે, જો કે ગુનો એ તો ગુનો છે અને તેના કારણે આવા વ્યક્તિએ પણ જેલના સળિયા ગણવા પડતાં હોય છે, આવી જ એક ઘટના સુરતમાં બની છે, સુરત શહેરમાં ગોડાદરા નહેર રોડ ઉપર રૂપસાગર રો હાઉસમાં રહેતા શૈલેષ મથુરભાઇ છોટાળા કતારગામના વસ્તાદેવડી રોડ ઉપર શ્રી જ્વેલર્સના નામે હીરાનું કારખાનું ચલાવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા દોઢ મહિનાથી હીરાની ચોરી થતી હોવાની શંકા ગઇ હતી. જેને કારણે તેમને તપાસ કરી તો ખરેખર ચોરી થતી હોવાનું સામે આવ્યું હતું. આ ચોરી પ્રિયંકા નામની કર્મચારી દ્વારા કરાતી હોવાની શંકા તેમને ગઈ હતી. હરીપુરા લીમડાશેરીમાં ધનલક્ષ્‍મી રેસીડેન્સીમાં રહેતી પ્રિયંકા વિકીભાઇ સોલંકીને નોકરી ઉપર રાખી હતી.


આચાર્યની હેવાનિયત: વિદ્યાર્થીઓને નગ્ન કરી વિકૃતિની તમામ હદો કરતો પાર, વીડિયો વાયરલ


પ્રિયંકાનું કામ હીરાના સ્ટોકનો હિસાબ રાખવા, હીરા અલગ કરવા, તેમજ હીરાને બોઇલ કરી આપવા ઉપરાંત ડેટા એન્ટ્રીનું કામ કરવાનો હતો. પ્રિયંકાને દર મહિને રૂા.15 હજાર પગાર પણ આપવામાં આવતો હતો. પ્રિયંકા દરરોજ હીરા તપાસી તેનો હિસાબ કરીને કારખાનાના ચોથા માળે સેઇફ રૂમમાં મુકવા જતી હતી. આમ પ્રિયંકા પર સાંજના સમયે ત્રણ-ચાર ત્રણ-ચાર હીરાની ચોરી કરી ઘરે લઈ આવતી હતી.


કારખાના માલિકને થોડી શંકા પણ ગઈ હતી પણ મહિલા હોવાથી તેના ઉપર વધુ શંકા ન હોવાના કારણે શરૂઆતમાં કોઈ પૂછપરછ કરી ન હતી. ઓફિસના મેનેજર લાલજીભાઇ કલસરીયાએ પ્રિયંકાની પાસે હીરાના પેકેટ મંગાવ્યા હતા. જેમાં એક હીરાના પેકેટમાં 5.37 કેરેટ હીરા ઓછા જોવા મળ્યા હતા. ત્યારબાદ લાલજીભાઇએ છેલ્લા દોઢ મહિનાનો તમામ હિસાબ ચેક કરતા તેમાંથી રૂા.19.09 લાખની કિંમતના 31.50 કરેટે હીરા ઓછા જોવા મળ્યા હતા.


એક ગુજરાતી ચલાવતો હતો ચાઈલ્ડ પોર્નોગ્રાફીનું વૈશ્વિક નેટવર્ક, જાણો કઈ રીતે થયો પર્દાફાશ


આમ હીરાનો સ્ટોક ચેક કરતા પ્રિયંકાની આખી પોલ ખુલી ગઈ હતી અને આ બાબતે પ્રિયંકાને તેના પતિની હાજરીમાં કડકાઇપૂર્વક પુછવામાં આવતા તેણીએ કહ્યું કે, આ તમામ હીરા તેને ચોરી લીધા હતા. રાત્રે સેઇફ બોક્સમાં મુકવાને બદલે પ્રિયંકા હીરા ઘરે લઇ જતી હતી. બનાવ અંગે કતારગામ પોલીસે પ્રિયંકાની સામે ચોરીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. કતારગામ પોલીસ દંપતીની ધરપકડ કરીને પૂછપરછ કરતા એક ચોંકાવનારી હકીકત તેમને જણાવી હતી. 


પ્રિયંકાએ પોલીસને જણાવ્યું હતું કે તેમના 14 વર્ષિય પુત્રને બ્રેઇન હેમરેજ થયું છે અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પ્રિયંકાનો પતિ વિકી ભાગળની જ્વેલર્સમાં કામ કરે છે અને પ્રિયંકા પણ કમાઇ છે પરંતુ આ બંનેની કમાણી દવાખાનામાં ઓછી પડતી હતી. પોતાના પુત્રને સાજો કરવાની લાલાશએ પ્રિયંકાએ કારખાનામાંથી હીરા ચોરી કરીને તેને બજારમાં સસ્તાભાવે વેચી દીધા હતા અને તે રૂપિયા દવાખાનામાં વાપર્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે પ્રિયંકાની ધરપકડ કરી વધુ પુછપરછ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube