સુરત : બીઆરટીએસ બસની ટક્કરે મહિલાનું ઘટના સ્થળે જ મોત, લોકોમાં રોષ
શહેરના પર્વતપાટિયા વિસ્તારમાં વધુ એક વાર બીઆરટીએસ બસે એક વ્યકિતનો ભોગ લેતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પર્વતપાટિયા વિસ્તારમા બીઆરટીએસ બસ પુરપાટ ઝડપે દોડી રહી હતી. દરમિયાન એક મહિલા બીઆરટીએસ રુટ ક્રોસ કરી રહી હતી. તે દરમિયાન બીઆરટીએસ બસની અડફેટે આવતા મહિલાનું ઘટના સ્થળે જ મોત થયુ હતું.
ચેતન પટેલ/સુરત : શહેરના પર્વતપાટિયા વિસ્તારમાં વધુ એક વાર બીઆરટીએસ બસે એક વ્યકિતનો ભોગ લેતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પર્વતપાટિયા વિસ્તારમા બીઆરટીએસ બસ પુરપાટ ઝડપે દોડી રહી હતી. દરમિયાન એક મહિલા બીઆરટીએસ રુટ ક્રોસ કરી રહી હતી. તે દરમિયાન બીઆરટીએસ બસની અડફેટે આવતા મહિલાનું ઘટના સ્થળે જ મોત થયુ હતું.
રુટ ક્રોસ કરતી વેળાએ બસ ચાલકે મહિલાને અડફેટે લેતા જ્યાં મહિલાનુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજયુ હતુ. અકસ્માતની ઘટના બનતા જ સ્થાનિક લોક ટોળુ એકઠું થઇ ગયુ હતુ. અને ડ્રાઇવરને ઝડપી પાડયો હતો. બીજી તરફ આ ઘટનાની જાણ થતા જ પુણા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.
હવે કોર્પોરેશન એએમસીના કર્મચારીઓને આપશે 108ના સ્ટાફ જેવી સ્પેશિયલ ટ્રેનિંગ
હાલ પુણા પોલીસે મહિલાના મૃતદેહને સ્મીમેર હોસ્પિટલમા પોસ્ટમર્ટમ અર્થે મોકલી આપી આ મહિલા કોણ હતી અને ક્યાં જઇ રહી હતી તે અંગે તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત ડ્રાઇવર વિરુધ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.