હવે કોર્પોરેશન એએમસીના કર્મચારીઓને આપશે 108ના સ્ટાફ જેવી સ્પેશિયલ ટ્રેનિંગ

ભૂતકાળમાં એએમસીના ઇજનેર વિભાગના ઉચ્ચ અધિકારીને થયેલા અનુભવ બાદ હવે મ્યુનિસિપલ તંત્રએ પોતાના ફિલ્ડ સ્ટાફને ખાસ તબીબી ટ્રેનિંગ આપવાનો નિર્ણય કર્યો છે. જેના આધારે કોઇપણ પ્રકારની આકસ્મિક ઘટના બને અથવા તબીબી ઇમરજન્સી ઉભી થાય તો શું કરવુ, તેની ટ્રેનિંગ 108 ઇરજન્સી સેવાના સ્ટાફ દ્વારા એએમસીના સ્ટાફને આપવામાં આવશે. 
 

હવે કોર્પોરેશન એએમસીના કર્મચારીઓને આપશે 108ના સ્ટાફ જેવી સ્પેશિયલ ટ્રેનિંગ

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: ભૂતકાળમાં એએમસીના ઇજનેર વિભાગના ઉચ્ચ અધિકારીને થયેલા અનુભવ બાદ હવે મ્યુનિસિપલ તંત્રએ પોતાના ફિલ્ડ સ્ટાફને ખાસ તબીબી ટ્રેનિંગ આપવાનો નિર્ણય કર્યો છે. જેના આધારે કોઇપણ પ્રકારની આકસ્મિક ઘટના બને અથવા તબીબી ઇમરજન્સી ઉભી થાય તો શું કરવુ, તેની ટ્રેનિંગ 108 ઇરજન્સી સેવાના સ્ટાફ દ્વારા એએમસીના સ્ટાફને આપવામાં આવશે. 

આ માટે એએમસીના દ્વારા પોતાના વિવિધ વિભાગોના વર્ગ 3ના 150 કર્મચારીઓની યાદી બનાવાઇ છે. જેઓને વર્તમાન મે મહીનાના આખરી 3 રવિવારે કઠવાડા સ્થિત 108ના હેડ ક્વાર્ટરમાં ખાસ ટ્રેનિંગ આપવામાં આવશે. ખાસ કરીને એએમસી સંબંધી ફિલ્ડ વર્ક કરતા અધિકારીઓને કોઇ તબીબી ઇરજન્સી ઉભી થાય તો પ્રાથમીક રીતે કેવી સારવાર કરવી, જેથી વ્યક્તીનો જીવ બચી શકે.

મૃતક PSIની પત્નીના ન્યાય માટે વલખા, આત્મવિલોપનની આપી ચીમકી

હવે એએમસીનો સ્ટાફ પણ લેશે 108 ના સ્ટાફ જેવી ટ્રેનિંગ

  • એએમસીના સ્ટાફને અપાશે વિશેષ ટ્રેનિંગ
  • ફર્સ્ટ રિસ્પોન્ડર ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન
  • કોઇપણ આકસ્મીક ઘટના સમયે કામ આવી શકે
  • 108ના કઠવાડા સ્થિત સેન્ટરમાં ટ્રેનિંગનું આયોજન
  • એએમસીના વર્ગ-3 ના 150 કર્મચારીઓ લેશે ટ્રેનિંગ
  • મે મહીનાના 3 રવિવારે ટ્રેનિંગનું આયોજન
  • આગામી દિવસોમાં વધુ કર્મચાલી લેશે ટ્રેનિંગ
  • આકસ્મીક ઘટના સમયે તબીબી ટ્રેનિંગ મેળવશે

ખાતર કૌભાંડ મુદ્દે કોંગ્રેસ આક્રમક: આપી ચીમકી, સરકાર નહીં જાગે તો અમે આવશું મેદાને...

એએમસીના ઇજનેર વિભાગના અધિકારીઓને મ્યુનિસિપલ તંત્ર દ્વારા તબીબી ઇમરજન્સી અંગેની ટ્રેનિંગ આપવામાં આવશે. નોંધનીય છે કે, વર્ષ 2015માં એક ઉચ્ચ અધિકારીને ફિલ્ડ વર્ક દરમ્યાન ચાલુ કારમાં જ હદયરોગનો હુમલો આવ્યો હતો. પરંતુ તે એધિકારીને તુરંત સારવાર ન મળતા તેમનું અવસાન થયુ હતુ.
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news