ભુવાએ કહ્યું, ‘માતાજી રસ્તો બતાવતા નથી, બધા સૂઈ જશે પછી હું રાત્રે આવું છુ...’
ગુજરાતમાં ભુવાઓ દ્વારા છેતરવાના કિસ્સા સતત વધી રહ્યાં છે. વિધિથી નાણાં ડબલની લાલચ આપી સુરતનો એક ભુવો મહિલાના 6 લાખ લઈને ફરાર થવાની ઘટના બની છે. જેને કારણે મહિલાએ આઘાતમાં ફાંસો ખાધો છે. કતારગામની મહિલાને સિંગણપોરના ભૂવાએ બહેન માની વિશ્વાસમાં લીધી હતી. બાદમા કહ્યુ હતું કે, માતાજી રસ્તો બતાવતા નથી, બધા સૂઈ જશે પછી ગુરૂજી આવી રસ્તો બતાવશે. તેથી હું રાત્રે આવુ છું. ત્યારે ભુવો રૂપિયા લઈને નાસી જતા મહિલાએ આત્મહત્યા કરી લીધી હતી. ભૂવો ઘરમાં જ 6 દિવસથી વિધિ કરતો હતો.
ચેતન પટેલ/સુરત :ગુજરાતમાં ભુવાઓ દ્વારા છેતરવાના કિસ્સા સતત વધી રહ્યાં છે. વિધિથી નાણાં ડબલની લાલચ આપી સુરતનો એક ભુવો મહિલાના 6 લાખ લઈને ફરાર થવાની ઘટના બની છે. જેને કારણે મહિલાએ આઘાતમાં ફાંસો ખાધો છે. કતારગામની મહિલાને સિંગણપોરના ભૂવાએ બહેન માની વિશ્વાસમાં લીધી હતી. બાદમા કહ્યુ હતું કે, માતાજી રસ્તો બતાવતા નથી, બધા સૂઈ જશે પછી ગુરૂજી આવી રસ્તો બતાવશે. તેથી હું રાત્રે આવુ છું. ત્યારે ભુવો રૂપિયા લઈને નાસી જતા મહિલાએ આત્મહત્યા કરી લીધી હતી. ભૂવો ઘરમાં જ 6 દિવસથી વિધિ કરતો હતો.
સુરતની કતારગામ મહિલાએ આરોપી ખુશાલ (ભુવા) વિરુદ્ધ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાની દુષ્પ્રેરણા અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. બન્યુ એમ હતું કે, કતારગામ વિસ્તારમાં આવેલ હકી એપાર્ટમેન્ટમાં મુકેશ ગંગારામ રસિનિયા અને તેમની પત્ની જયશ્રી રહે છે. જયશ્રીનો સંપર્ક સંગણપોરના ખુશાલ ગુલાબ નિમેજ સાથે થયો હતો. જે ભુવા તરીકેનુ કામ કરતો હતો. દશામાની પૂજા દરમિયાન જયક્ષીબેન ખુશાલ નિમેજના સંપર્કમા આવી હતી.
આ પણ વાંચો : હવામાન વિભાગની મોટી આગાહી, 7 માર્ચે ગુજરાતના આ ભાગોમાં પડશે વરસાદ
ભુવા ખુશાલે જયશ્રીબેનને રૂપિયા ડબલ કરવાની લાલચ આપી હતી. રૂપિયાની લાલચ જાગતા જયશ્રીબેન ભુવાની વાત માની ગયા હતા. પોતાની પાસે રૂપિયા ન હોઈ તેમણે મુંબઈમાં રહેતી દીકરી પાસેથી 6 લાખ રૂપિયા લીધા હતા. જેના પર ભુવા ખુશાલે વિધિ શરૂ કરી હતી. પરંતુ વિધિ વચ્ચે ભુવાએ જયશ્રીબેનને કહ્યુ કે, ભુવા પર માતાજી પ્રસન્ન થયા છે પરંતુ માતાજી તેમને રસ્તો બતાવવાના નથી. જેથી રસ્તો બતાવવા માટે ખુશાલભાઈ તેમના ગુરૂજીને શનિવારે મોડી રાત્રે બધા સુઈ જશે પછી બોલાવશે.ત્યારે ગુરૂજી આવશે અને વિધિ કરીને રસ્તો બતાવશે.
આમ સતત છ દિવસ સુધી ભુવાએ જયશ્રીબેનના ઘરે વિધિ કરતો હતો. પરંતુ આખરે જયશ્રીબેનના રૂપિયા જ ગાયબ થઈ ગયા હતા. જેથી તેમણે આઘાતમાં આવીને પંખા સાથે દુપટ્ટો લગાવીને આત્મહત્યા કરી હતી. તેમની દીકરીએ આ વિશે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
કબાટમાંથી રૂપિયા નીકળશે તેવુ ભુવાએ કહ્યું
ભુવાએ છ દિવસ સુધી જયશ્રીબેનના ઘરમાં વિધિ કરી હતી. તેમણે કહ્યું કે, માતાજીએ ભુવાને એક સિક્કો આપ્યો છે તે સિક્કો ભુવાએ મને આપ્યો છે. ભુવાએ રૂપિયા મંદિરના ખુણામાં મુકી દીધા છે. રૂમમાં એક લોખંડનું કબાટ છે તેમાં લક્ષ્મીજીનું આગમન થઈ ગયું છે પરંતુ તે કબાટ હાલ ખોલવાનું નથી. ભુવાએ જયશ્રીબેનને ઘરમાં લોખંડનો હથોડો રાખવાનું કહ્યું હતું તેનાથી પૈસા આવશે એવું કહ્યું હતું.