સુરતના યોગ કાર્યક્રમમાં મોટી ફજેતી થઈ, કરોડો ખર્ચ્યા બાદ પણ માઈકે દગો દીધો, નેતાઓના મોઢા પડી ગયા
International Day of Yoga 2023 : યોગ દિવસે સુરતે ગિનીસ બુકમાં નોંધાવ્યો વર્લ્ડ રેકોર્ડ... રાજ્યકક્ષાના કાર્યક્રમમાં દોઢ લાખથી વધુ લોકોએ એકસાથે યોગ કર્યા.... મુખ્યમંત્રીની હાજરીમાં વાય જંક્શન પર કરવામાં આવી ઉજવણી...
Yoga Day Celebration In Surat : આજે 21મી જુન આંતરરાષ્ટ્રીય યોગ દિનની રાજયકક્ષાની ઉજવણી સુરત ખાતે કરાઈ છે. ગુજરાતમાં 9માં યોગ દિવસનું આયોજન ભવ્ય બન્યુ હતું. જેમાં 1 લાખ 45 હજારથી વધુ લોકો યોગ દિવસમાં જોડાયા હતા. વાય જંક્શનથી પાર્લે પોઇન્ટ અને બીજી બાજુ વાય જંક્શનથી બ્રેડ લાઇનર સર્કલ સુધી લોકો હાજર રહ્યા. પરંતુ કરોડોના ખર્ચીને ઉભી કરેલી આ ઈવેન્ટમાં એક માઈકને કારણે મોટી ફજેતી થઈ હતી. સાઉન્ડ સિસ્ટમમાં ખામી સર્જાતા માઈક વારંવાર અટકી ગયુ હતું. જેથી કાર્યક્રમ છોડીને બધા નેતા માઈક ચેક કરવામાં લાગી ગયા હતા.
માઈક વારંવાર બંધ થયું
બન્યુ એમ હતું કે, સુરતના યોગા દિવસના કાર્યક્રમમાં ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ માટેની જાહેરાત થવાની હતી તે પહેલા જ માઇક વારંવાર બંધ થઈ જતું હતું. કોઈ ખામીને કારણે માઈક અટકી જતુ હતું. તેથી હર્ષ સંઘવીને જાતે ઉઠીને માઈક ચેક કરવા જવુ પડ્યુ હતું. લાંબા સમય સુધી ક્યાંય માઈક રિપેર થયું ન હતું. તેથી હર્ષ સંઘવી ફરીથી પોતાની જગ્યા પર જતા રહ્યા હતા. ત્યારબાદ શહેરના ડેપ્યુટી મેયર સતત માઈક બીજા માઈકનું ટેસ્ટીંગ કરી રહ્યા હતા. છતાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ થઈ નહીં. આખરે સાઉન્ડ સિસ્ટમના સંચાલકે એક માઈકની વ્યવસ્થા કરી આપવી પડી હતી. સાઉન્ડ સિસ્ટમમાં સર્જાયેલી ખામીને કારણે નેતાઓના મોઢા પડી ગયા હતા. બધા નેતા ઉંચાનીચા થઈ ગયા હતા. હાવરા-બાવરા થઈને બધાએ માઈક તપાસવાનું ચાલુ કર્યુ હતું. જેથી કાર્યક્રમમાં જોવા જેવી થઈ હતી.
ગુજરાતના આ બાહુબલી નેતાના ઘરે ED ની રેડ, દોઢ કરોડ રૂપિયા રોકડા મળ્યા
ગુજરાતીઓ બહુ કેનેડા કેનેડા કેમ કરે છે, આ છે તેના 3 મોટા કારણ
આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે... ત્યારે વિશ્વભરના દેશોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતના રાજ્યકક્ષાના કાર્યક્રમની સુરતમાં ઉજવણી કરવામાં આવી. જેમાં વિશ્વ વિક્રમ પણ સર્જાયો. ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઊજવણી નિમિત્તે સુરત ખાતે યોજાનાર રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં 1.25 લાખ નાગરિકો એકસાથે એક જ સ્થળે યોગાભ્યાસમાં જોડાઇને વિશ્વ વિક્રમ માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.
વિશ્વભરમાં દર વર્ષે 21મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય' ની થીમ પર ઉજવણી કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં ચોમાસાની હજી કેટલી રાહ જોવી પડશે, હવામાન વિભાગે આપ્યા લેટેસ્ટ અપડેટ
વિશ્વ યોગ દિવસ પર પ્રધાનંત્રી મોદીએ દેશની જનતાને ખાસ સંબોધન કર્યું. દર વર્ષ પ્રધાનમંત્રી મોદી દેશમાં અલગ-અલગ સ્થળે યોગ કરે છે. પરંતુ આ વર્ષે તેઓ અમેરિકાના પ્રવાસે છે. જેથી તેમણે વર્ચ્યુઅલી સંબોધન કર્યું. પ્રધાનમંત્ર મોદીએ કહ્યું કે કર્મમાં કુશળતા જ યોગ અને આજે દરેક લોકોએ યોગને તેમના જીવનનો ભાગ બનાવે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, યોગ એક એવી વિચારધારા છે જેને આખી દુનિયાએ અપનાવી. યોગ આજે ગ્લોબલ સ્પિરિટ બની ગયું છે.
મહત્વનું છે કે, વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મુક્યો હતો. જેના સ્વીકાર થતા 2015થી અલગ-અલગ થીમ પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
ગીતા રબારીના આ સ્ટાઈલિશ લુક સામે સુપર મોડલ પણ ફેલ, આખા લંડનને ઘેલું લગાડ્યું