ગુજરાતના આ બાહુબલી નેતાના ઘરે ED ની રેડ, દોઢ કરોડ રૂપિયા રોકડા મળ્યા

ED raid at sukha patel in daman : દમણના જિલ્લા પંચાયતના માજી પ્રમુખ સુખા પટેલને ત્યાંથી ઇડીને રેડ દરમિયાન રોકડા 1.50  કરોડ રૂપિયા મળ્યા... સુખા પટેલના સંબંધીઓના ઘરે પહોંચ્યુ ઈડી 

ગુજરાતના આ બાહુબલી નેતાના ઘરે ED ની રેડ, દોઢ કરોડ રૂપિયા રોકડા મળ્યા

Daman News નિલેશ જોશી/વાપી : દમણના સુરેશ જગુ પટેલ ઉર્ફે સુખા પટેલના ત્યાં ઇડી દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું. ડબલ મર્ડરના ગુનામાં સુખા પટેલ અત્યારે જેલમાં છે. પરંતુ EDએ PMLA, 2002 હેઠળ 19-6-2023ના રોજ દમણ (UT) અને વલસાડ (ગુજરાત)માં 9 રહેણાંક અને વેપારી જગ્યાઓ પર સર્ચ હાથ ધર્યું હતું. 2000 રૂપિયાની ચલણી નોટોમાં 1.50 કરોડ જપ્ત કરાયા છે. 100 થી વધુ મિલકતો, પાવર ઓફ એટર્ની, પેઢીઓ/કંપનીઓ/સ્થાનો અને રોકડ વ્યવહારો સંબંધિત વિવિધ ગુનાહિત દસ્તાવેજો, ડિજિટલ પુરાવાઓ અને 3 બેંક લોકરની ચાવીઓ જપ્ત કરવામાં આવી હતી.

કોણ છે સુખા પટેલ 
સુખા પટેલ દમણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ છે. સુખા પટેલ હાલ ડબલ મર્ડરના ગુનામાં જેલમાં છે. સુખા પટેલ પર ગુજરાત માં પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઇડીની તપાસ દરમ્યાન સુખા પટેલના ઘરેથી કેટલીક ફરજી શેલ કંપનીઓની જાણકારી પણ મળી છે. આ ફરજી કંપનીઓ દ્વારા કરોડો રૂપિયાની હેરાફેરીની શક્યતા છે. 

સુખા પટેલના ઘરેથી પાવર ઓફ એટર્ની સહિતના અનેક દસ્તાવેજો પણ મળી આવ્યા છે. આ દમણ જિ.પં.ના માજી પ્રમુખને ત્યાં ઈડીએ પાડેલા દરોડામાં રૂ. ઉપરાંત તપાસ દરમિયાન માજી પ્રમુખની મની લોન્ડરિંગ, બોગસ ૧.૫૦ કરોડથી વધુની રોકડ કબજે લેવામાં આવી છે. જ્યારે તેના કંપનીના દસ્તાવેજો, વાઈનશોપ તેમજ કેબલ નેટવર્કના વ્યવસાયમાં સાળાને ત્યાંથી કરોડોની જમીનના દસ્તાવેજો, એગ્રીમેન્ટ, પાવર બોગસ પાર્ટનર તરીકેની સંડોવણી હોવાનું પણ બહાર આવ્યું છે. મની લોન્ડરિંગ, બોગસ કંપનીના દસ્તાવેજો, વાઈનશોપ અને કેબલ નેટવર્કમાં બોગસ પાર્ટનર હોવા સહિતના મહત્વના દસ્તાવેજો કબજે દમણ જિલ્લા પંચાયતના માજી અન્ય સંબંધીઓ અને સાગરીતોને ત્યાં પ્રમુખ અને હત્યાના ગુનામાં જેલવાસ પણ હાથ ધરાયેલી તપાસમાં મોટી વાંકડ ભોગવી રહેલા સુરેશ ઉર્ફે સુખા પટેલ ખાતેથી રૂ.૨૨ લાખ રોકડા, પારડીના અને તેના નજીકના સંબંધીઓને ત્યાં કોલક ગામે પાડેલા દરોડામાં અનેક ગઈકાલથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મહત્વના દસ્તાવેજો મળી કુલ રૂ.૧,૫૦ (ઈડી) દ્વારા દરોડા પાડવામાં આવ્યા કરોડથી વધુની રોકડ કબજે લેવામાં છે. 

દરોડાની કાર્યવાહી હજુ પણ ચાલુ જ છે. સુખા પટેલ સામે મની તપાસ દરમિયાન ઈડીને અનેક લોન્ડરિંગ, બોગસ કંપનીના દસ્તાવેજો, રોકડ રકમમાં રૂ.૧ કરોડની બે હજારના દરની નોટો મળી આવી છે. સુખા પટેલના ચારેક સાગરીતને ઇડી ઓફિસમાં હાજર થવા સમન મોકલાયું છે. વાંધાજનક દસ્તાવેજો તેમજ કરોડોની રોકડ રકમ હાથ લાગી છે. ઈડીની ટીમને સુખા પટેલના ઘરેથી બે બેગમાં સંતાડેલા રૂ.૧.૩૫ કરોડની રોકડ હાથ લાગી છે. જેમાં બે હજારના દરની રૂ.૧ કરોડની રોકડનો પણ સમાવેશ થાય છે. જ્યારે તેના સાળા કેતન ઉર્ફે ચકા પટેલના પારડી ખાતેના ઘરેથી રૂ.૬ લાખ રોકડા, કરોડોની જમીનના અનેક દસ્તાવેજો, એગ્રીમેન્ટ, પાવર ઓફ એટર્ની સહિતના મહત્વના દસ્તાવેજ મળ્યા હતા. આ ઉપરાંત સુખા પટેલના વાઈનશોપ તેમજ કેબલ નેટવર્કમાં બોગસ ભાગીદાર તરીકેની સંડોવણી સહિતના પણ ઈડીની ટીમે પુરાવા કબજે કર્યા હતા.

ઈડીની ટીમે હવે સુખા પટેલ અને તેના સંબંધીઓના બેંક એકાઉન્ટ, લોકરની ચકાસણી હાથ ધરી છે. સુખા પટેલના ત્રણથી ચાર સાગરીતો અને સંબંધીઓને સુરત ખાતે ઈડીની ઓફિસમાં હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યું હોવાનું સુત્રો પાસેથી જાજાવા મળ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news