સુરતનો દિવ્યાંગ મોરે બન્યો ચેમ્પિયન, 15 દેશોના 150થી વધુ ખેલાડીને હરાવીને મેદાન માર્યું
Success Story : કિર્ગીસ્તાનમાં વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં દિવ્યાંગે 547.5 કિલો વજન ઊંચકી ગોલ્ડ હાંસલ કર્યો, વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
સુરત :કિર્ગીસ્તાનમાં ચાલી રહેલી વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પાકિસ્તાન, ઉજેબેકીસ્તાન, સિરીયા, ઈરાક, ઈરાન, અફઘાનિસ્તાન, કિગ્રીસ્તા, શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશ જેવા 14-15 દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પહેલા જ દિવસે ભારતનું પ્રતિનિધિત્વ કરતા સુરતના દિવ્યાંગ મોરેએ દેશનું ગૌરવ વધાર્યું છે. ભારતના દિવ્યાંગ મોરેએ સ્ટ્રેન્થ લિફ્ટિંગ 68 kg ગ્રુપમાં ટોટલ 547.5 kg વજન ઊંચકી ગોલ્ડ મેડલ જીત્યો છે.
દિવ્યાંગે નવો રેકોર્ડ બનાવ્યો
કિર્ગીસ્તાનમાં વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 5થી 9 સપ્ટેમ્બરના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગ મોરેએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને દેશને ગોલ્ડ મેડલ અપાવી રાજ્યનું ગૌરવ વધાર્યું છે. દિવ્યાંગ મોરેએ ગોલ્ડ મેડલ જીતવાની સાથે સાથે વર્ષ 2011 થી અકબંધ એવા વર્લ્ડ રેકોર્ડને તોડીને નવો કીર્તિમાન 547.5 કિલોનો સ્થાપ્યો છે. આ સફળતા પાછળ પોતાના ટ્રેનર અને ફેમિલી સપોર્ટને કારણે મેળવી હોવાનું દિવ્યાંગે કહ્યું હતું.
આ પણ વાંચો : કેજરીવાલની વધુ એક ગેરેન્ટી, ગુજરાતમાં જેટલા પેપર ફૂટ્યા છે તેના આરોપીઓને જેલભેગા કરીશું
15 દેશના ખેલાડીઓને હરાવ્યા
કિર્ગીસ્તાનમાં ચાલી રહેલી વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પાકિસ્તાન, ઉજેબેકીસ્તાન, સિરીયા, ઈરાક, ઈરાન, અફઘાનિસ્તાન, કિગ્રીસ્તા, શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશ જેવા 15 દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પહેલા જ દિવસે ભારતનું પ્રતિનિધિત્વ કરતા સુરતના દિવ્યાંગ મોરેએ દેશનું ગૌરવ વધાર્યું છે. ભારતના દિવ્યાંગ મોરેએ સ્ટ્રેન્થ લિફ્ટિંગ 68kg ગ્રુપમાં ટોટલ 547.5 kg વજન ઊંચકી ગોલ્ડ મેડલ જીત્યો હતો. દિવ્યાંગ મોરે એ 547.5kg વજનો રેકોર્ડ સાથે વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગમાં 480kg ટોટલ હાઇએસ્ટ વજન વર્લ્ડ રેકોર્ડ તોડી પોતાના નામે ન્યૂ 547.5kg વજનો રેકોર્ડ કરી સુરત ગુજરાતનું નામ રોશન કર્યું છે.
આ પણ વાંચો : હવે દુનિયામાં ભારતનો સિક્કો પડશે, આખી દુનિયાને ચીપ સપ્લાય કરશે, વેદાંતા ગ્રૂપે MoU
રેકોર્ડ બનાવવા દિવસ-રાત મહેનત કરી
દિવ્યાંગ મોરે એક જિમ ટ્રેનર છે. તેમણે વાતચીતમાં જણાવ્યું કે, પોતે વર્ષ 2008 થી જીમ કરતો હતો. શરૂઆતમાં કોઈ જ ગણતરી નહોતી. પરંતુ બાદમાં જિલ્લાથી લઈને રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેતો ગયો. દીપક મોરે ટ્રેનરના માર્ગદર્શન નીચે ધીમે ધીમે સ્પર્ધાઓ જીતતા જતા વર્ષ 2011માં ગોલ બનાવ્યો હતો કે, વર્લ્ડ રેકોર્ડ તોડીશ અને તેના માટે પોતે ત્યારથી મહેનત કરતો હતો. છેલ્લા એક વર્ષથી આ રેકોર્ડ તોડવા માટે રાત દિવસ એક કરીને મહેનત કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે પોતે આ સ્પર્ધા માટે ખૂબ આકરી મહેનત કરતો હતો. પરંતુ વચ્ચે તે નર્વસ થઈ જતો હતો. ત્યારે તેના સર દિપક મોરે તેને માર્ગદર્શન આપતા અને આગળ વધવા માટે સપોર્ટ કરતા હતા. આ સાથે જ તેના પરિવારનો પણ પૂરતો સપોર્ટ હતો.