સુરત :ઉદયપુરમાં દરજી કન્હૈયા લાલની હત્યાને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ લખતા જ ગુજરાતના યુવકને ધમકી મળી છે. સુરતમાં એક યુવકને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. ત્યારે યુવકે આ મામલે પોલીસનો સંપર્ક કર્યો છે. એફઆઈઆર નોંધાયા બાદ યુવકને ગનમેનની સુરક્ષા આપવામા આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના રહેવાસી યુવક યુવરાજ પોખરણાને માથુ વાઢી નાંખવાની ધમકી મળી છે. પોખરાનાનું કહેવુ છે કે, તેમના પૂર્વજ ઉદયપુરના રહેવાસી છે અને તેઓ દરજીની હત્યાથી વ્યથિત છે. મેં ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટમાં એક કોમેન્ટ કરી હતી. જેના બાદ મને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યો હતો. મને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે. તેથી મેં સુરત પોલીસનો સંપર્ક કર્યો હતો અને એફઆઈઆર નોંધાવી છે. મેં મારા પરિવાર માટે પોલીસ સુરક્ષાની માંગ કરી છે. 


આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટે નુપુર શર્માની ઝાટકણી કાઢીને કહ્યું, લોકોની ભાવના દુભાઈ છે, માફી માંગો...


ધમકી આપનાર યુવકનું નામ ફૈઝલ
યુવરાજ પોખરણાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી હતી.  ફૈઝલ નામના યુવક દ્વારા તેને ધમકી આપવામાં આવી છે. ધમકી આપનાર યુવકે લખ્યું હતું કે ગુસ્તાક એ રસુલ કી એક હી સજા, સર તન સે જુદા.


એક કોમેન્ટ પર મળી ધમકી
યુવરાજ પોખરણાએ કહ્યુ કે, મેં કોમેન્ટ કરી હતી કે, એક સમુદાયના વિશેષ લોકો દ્વારા કન્હૈયાલાલની બરહેમીપૂર્વક હત્યા કરવામાં આવી હતી. તેનાથી એ સમુદાયના લોકો નારાજ થયા છે. તેથી મને જાનથી મારી નાંખવાની ધમકી મળવાની શરૂ થઈ છે. 


આ પણ વાંચો : Udaipur Murder Case: કાનપુર કનેક્શન સામે આવતા જ NIA ની ટીમ દોડતી થઈ


ઉલ્લેખની છે કે, સોમવારે ઉદયપુરના ધનમંડી શહેરમાં કન્હૈયા લાલની દુકાનમાં ગ્રાહક બનીને આવેલા બે લોકોએ તેની ચાકૂથી ગળુ કાપીને હત્યા કરી હતી. હત્યારાઓએ આ ઘટનાનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો અને કહ્યુ હતું કે, ઈસ્લામના અપમાનનો બદલો લેતા રહીશું. બાદમાં બંને આરોપીઓની રાજસમંદથી ધરપકડ કરવામાં આવી હતી.