Udaipur Murder Case: કાનપુર કનેક્શન સામે આવતા જ NIA ની ટીમ દોડતી થઈ

Udaipur દરજી કન્હૈયા લાલની હત્યાના મામલે તપાસ તેજ થઈ છે. તપાસ એજન્સી NIA ની ટીમ હવે ઉત્તર પ્રદેશના કાનપુરમાં પહોંચી છે. એનઆઈએ આ હત્યાકાંડ પાછળ આતંકી ષડયંત્ર મામલે તપાસમાં જોડાઈ છે 
 

Udaipur Murder Case: કાનપુર કનેક્શન સામે આવતા જ NIA ની ટીમ દોડતી થઈ

Udaipur Murder Case:રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયા લાલની હત્યાના મામલે તપાસ તેજ થઈ છે. તપાસ એજન્સી NIA ની ટીમ ઉત્તર પ્રદેશના કાનપુરમાં પહોંચી છે. આ હત્યા આતંકી ષડયંત્રના હેઠળ થઈ હોવાના શંકાને પગલે NIA ને દાવત-એ-ઈસ્લામી પર ગાળિયો કસ્યો છે. 

દાવત-એ-ઈસ્લામી સાથે કનેક્શન
કાનપુરમાં દાવત-એ-ઈસ્લામીની મરકજ છે. આરોપી મોહંમદ રિયાઝ આ સંસ્થાન સાથે જોડાયેલો હતો. આ સંગઠનનુ મુખ્યાલય પાકિસ્તાનમાં છે અને ક્યાંકને ક્યાંક ભારતમાં હિંસા ફેલાવવાના તાર આ સંસ્થા સાથે જોડાયેલા છે. 

કન્હૈયા લાલની હત્યા બાદ રિયાઝે સોશિયલ મીડિયા પર જે રીતે વીડિયો જાહેર કર્યો હતો, તેના બાદ દાવત-એ-ઈસ્લામી સંગઠન શંકામાં ઘેરામાં આવી ગયુ છે. કાનપુર પોલીસને દાવત-એ-ઈસ્લામીના સંચાલક સરતાજની શોધ છે. કહેવામાં આવી રહ્યુ છે કે, તેના ઘર પર પૂછપરછ થઈ શકે છે. કાનપુર પોલીસે મદદ માદે NIA નો સંપર્ક કર્યો છે. 

સરતાજ તલાક મહમનો રહેવાસી છે. મુસ્લિમ વિસ્તારોમાં આ સંગઠનના અંદાજે 50 હજાર સમર્થક છે. દાવત-એ-ઈસ્લામીના સૌથી પહેલા મરકજ કર્નલગંજ સ્થિત એક મસ્જિદમાં હતું. ત્યાર બાદ કર્નલગંજ ક્ષેત્રના જ લકડમંડી વિસ્તારમાં એક મસ્જિદમાં બનાવવામાં આવ્યુ હતું. પોલીસની ટીમ કુલ 4 મદરેસામાં ગઈ હતી, જેમાં એક કાનપુરમાં અને ત્રણ ઉન્નાવમાં છે. 

વધુ 2 આરોપીઓ પકડાયા
ઉદયપુર કન્હૈયાલાલ હત્યા કેસમાં વધુ બે આરોપીઓ પકડાયા છે, જેઓ હત્યાના ષડયંત્રમાં સામેલ હતા. આ બંને આરોપીઓ હત્યાકાંડ કોન્સપીરેસી અને પ્લાનિંગમા મદદગાર હતા. જેમની તપાસ થઈ રહી છે. 

કન્હૈયાલાલ હત્યાકાંડમાં આરોપીઓને મોડી રાત્રે અજમેર લાવવામા આવ્યા હતા. રાતે લગભગ 2 કલાકે અજમેરની હાઈ સિક્યુરિટી જેલમાં લાવવામાં આવ્યા હતા. બંનેને અલગ અલગ બેરેકમાં કડક સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યા હતા. 

આજે રાજસ્થાનમાં બંધ 
ઉદયપુર હત્યાકાંડમાં દૂની કા બજાર આજે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યુ છે. તમામ વેપારીઓએ હિન્દુ સમાજ દ્વારા કરાયેલ આહવાનને સમર્થન આપ્યુ છે. ભાજપ દ્વારા આ બંધને સમર્થન અને શાંતિ બનાવી રાખવા આહવાન કરાયુ છે. તો બ્યાવર બંધ, નદૌતીનું ગુઢાચંદ્રાજી ગામનુ બજાર પણ બંધ રાખવામાં આવ્યુ છે. વેપારીઓએ આરોપીઓને કડક સજા આપવા કહ્યુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news