નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રિમિયર લીગ(IPL)ની 12મી સિઝનની અત્યારે હરાજી ચાલી રહી છે. આઈપીએલની ટીમના માલિકો ખેલાડીઓને ખરીદવા પાછળ કરોડોનું રોકાણ કરી રહી છે. ભારતીય ખેલાડીઓથી માંડીને વિદેશી ખેલાડીઓ પણ એવી આશા રાખીને બેઠા હોયછે કે તેમના ફ્રેન્ચાઈઝી તરફથી કરોડોની કમાણી થશે. એક તરફ IPLની 8 ટીમ 47 દિવસ સુધી ક્રિકેટ પ્રેમીઓનું ભરપૂર મનોરંજન કરશે તો તેની સાથે જ તેમાં રમનારા ખેલાડીઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચનારી ટીમો પણ રોકાણ કરતાં બમણી કમાણી કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IPLની બ્રાન્ડ વેલ્યુ શૂન્યથી પહોંચી 44,000 કરોડ 
તમે કદાચ જ જાણતા હશો કે માત્ર 12 વર્ષમાં આઈપીએલની કિંમત શૂન્યથી હજારો કરોડ સુધી પહોંચી ગઈ છે. ગત વર્ષની સરખામણીએ IPLની બ્રાન્ડ વેલ્યુમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ગયા વર્ષે IPLની બ્રાન્ડ વેલ્યુ રૂ. 34,000 કરોડ (5.3 બિલિયન ડોલર) હતી, જે આ વર્ષે વધીને રૂ. 44,390 કરોડ (6.3 બિલિયન ડોલર) સુધી પહોંચી ગઈ છે. આમ, IPLની બ્રાન્ડ વેલ્યુમાં 19 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. 


કેવી રીતે થઈ IPLની શરૂઆત
બિઝનેસ, એન્ટરટેઈનમેન્ટ અને સ્પોર્ટ્સને એક પ્લેટફોર્મ પર લાવવાનું શ્રેય લલિત મોદીને જાય છે. લલિત મોદી જ એ વ્યક્તિ હતા જેણે IPLની રમતને ભારતની એક અત્યંત મોઘીં અને મનોરંજક રમત બનાવી દીધી છે. 2007માં જ્યારે તેની શરૂઆત થઈ ત્યારે કોઈએ એ વિચાર્યું નહીં હોય કે તે આટલું મોટું પ્લેટફોર્મ બની જશે. 


IPL Auction 2019: વિરાટની ટીમે આ 'સિક્સર કિંગ' પર લગાવ્યો 25 ગણો દાવ


બિઝનેસ માટે IPLની ડિઝાઈન
IPLને ભલે ક્રિકેટના એક ફોર્મેટ તરીકે જોવામાં આવતી હોય. હકીકતમાં IPLની શરૂઆત બિઝનેસની દૃષ્ટિએ થઈ હતી. ફ્રેન્ચાઈઝીએ પણ તેને સંપૂર્ણપણે કોમર્શિયલાઈઝ કરી હતી. કંપનીઓ એ અત્યંત આક્રમક રીતે પોતાના વ્યવસાયની જાહેરાતો આપી હતી. ગયા વર્ષે જિયોએ સંપૂર્ણ સ્પોન્સરશિપ ખરીદીને જાહેરત વિશ્વને હચમચાવી નાખ્યું હતું. 


શું છે IPLનો બિઝનેસ પ્લાન
ઘણા ઓછા લોકો જાણે છે કે IPLનો એક બિઝનેસ પ્લાન પણ છે. આ બિઝનેસ પ્લાન મુજબ પ્રાઈવેટ કંપનીઓને ફ્રેન્ચાઈઝી ખરીદવા માટે આમંત્રણ આપવામાં આવે છે. ક્રિકેટ ટીમ માટે ફ્રેન્ચાઈઝી મોટું રોકાણ કરે છે. ખાનગી કંપનીઓ બાદ કોર્પોરેટ ઘરાણા પણ ક્રિકેટમાં રોકાણ માટે આકર્ષિત થયા હતા. તમામ દિગ્ગજ કંપનીઓ માત્ર ભાગીદારી જ નથી કરતી પરંતુ જાહેરાત માટે પણ કરોડો રૂપિયા ખર્ચી નાખે છે. અહીંથી જ IPLની બ્રાન્ડ વેલ્યુ તૈયાર થાય છે. 


IPL 2019 Auction: શું યુવરાજનું આઈપીએલ કરિયર પૂરૂ? કોઈ ટીમે ન લગાવી બોલી


કોર્પોરેટ વિશ્વ પણ જોડાયું
IPL દ્વારા માત્ર દુનિયાભરના ક્રિકેટરો એક્ઠા થયા નહીં, પરંતુ ભારતનું કોર્પોરેટ વિશ્વ પણ એકસાથે જોડાઈ ગયું. જોકે, સામાન્ય પ્રજા માટે એ સમજવું મુશ્કેલ છે કે કેવી રીતે IPL ફ્રેન્ચાઈઝી કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે અને તેમાંથી તેઓ કમાણી કેવી રીતે કરે છે. 


ટી-શર્ટ પર લોગો દ્વારા મળે છે પૈસા
IPLમાં કોર્પોરેટ ઈન્ડિયાને સ્પોન્સશિપ માટે પણ પ્રેરિત કરાયા છે. એક સમય હતો જ્યારે પ્લેયર્સના ટીશર્ટ પર કંપનીના લોગો માટે કોર્પોરેટ નાણા રોકતા ન હતા, પરંતુ આજે તેના માટે કરોડોની રકમ ચૂકવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય અને ભારતની તમામ મોટી કંપનીઓ આ રમતને સ્પોન્સર કરે છે. 


IPL 2019 Auction LIVE: યુવા ઓલરાઉન્ડર સેમ કરનને પંજાબે 7.20 કરોડમાં ખરીદ્યો


3. પ્રાઈઝ મની
પ્રાઈઝ મની ટીમના માલિક અને ખેલાડીઓ વચ્ચે વહેંચવામાં આવે છે. IPLની દરેક મેચમાં પણ રોકડ ઈનામ આપવામાં આવતું હોયછે. 2018માં કુલ રૂ.120 કરોડ ઈનામ તરીકે અપાયા હતા. ચેમ્પિયન ટીમને ઈનામની રકમનો સૌથી મોટો ભાગ મળે છે. જે 2018ની સીઝનમાં રૂ.20 કરોડ હતો. રનર અપ ટીમને રૂ.12.50 કરોડ અપાયા હતા. ત્રીજા અને ચોથા નંબરે રહેલી ટીમને રૂ.8,75 કરોડ અપાયા હતા. 


4. કિટ અને ટી-શર્ટ પર પણ થાય છે પૈસાનો વરસાદ
બ્રાન્ડ સ્પોન્સરશિપ દ્વારા પણ IPL ટીમના માલિકોને મોટી કમાણી થાય છે. ફ્રેન્ચાઈઝી બ્રાન્ડ સાથે સીઝનનો કરાર કરીને તેમના લોગોને ખેલાડીઓની ટીમ કીટ અને ટી-શર્ટ પર સ્થાન આપે છે. સ્ટેડિયમની બાઉન્ડ્રી પર લાગતી જાહેરાતોને પણ જગ્યાના હિસાબે વેચવામાં આવે છે. ટીશર્ટના આગળના ભાગ અને પાછળના ભાગે લોગો છાપવા માટે સૌથી મોટી સ્પોન્સરશિપ ફી ચૂકવવી પડે છે.કુલ કમાણીમાં સ્પોન્સરશિપનો ભાગ 20-30 ટકા હોય છે. 


5. મર્ચેન્ડાઈઝ સેલ્સ
ભારતમાં રમત-ગમત સામગ્રીનું બજાર વાર્ષિક ધોરણે 100 ટાકના દરે વધી રહ્યું છે. આ બજાર લગભગ રૂ.3 કરોડ ડોલરનું છે. દરેક ફ્રેન્ચાઈઝી મર્ચેન્ડાઈઝનું વેચામ કરે છે, જેમાં ટી-શર્ટ, કેપ, રિસ્ટ વોચ અને અન્ય અનેક સામગ્રીનો સમાવેશ થાય છે. 


રમત-ગમતના વધુ સમાચાર વાંચવા કરો ક્લિક...