સુરતમાં કેન્દ્ર સરકારની 71 યોજનાઓના પ્લે કાર્ડ બનાવી PM મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. જેની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવનારી છે. અલગ અલગ થીમ ઉપર પ્રધાનમંત્રીના જન્મદિવસને સમર્થકો અને શુભેચ્છકો મનાવી રહ્યા છે.
સુરતઃ 17 સપ્ટેમ્બર એટલે કે શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 71મો જન્મદિવસ છે. દેશભરમાં પીએમ મોદીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવશે. ભાજપ દ્વારા પણ પીએમ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગ રૂપે અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સુરતમાં આજે ગણેશ ઉત્સવ દરમિયાન પીએમ મોદીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
સુરતમાં અનોખી ઉજવણી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. જેની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવનારી છે. અલગ અલગ થીમ ઉપર પ્રધાનમંત્રીના જન્મદિવસને સમર્થકો અને શુભેચ્છકો મનાવી રહ્યા છે. ત્યારે સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસની અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી. હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. ત્યારે પાલ વિસ્તારમાં આવેલા ગણેશ યુવક મંડળ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારની અલગ-અલગ 71 યોજનાઓના પ્લે કાર્ડ બનાવી પીએમના જન્મદિવસની ઉજવણી કરી હતી.
આ પણ વાંચોઃ ખુરશી છોડ્યા બાદ પ્રથમવાર રાજકોટ પહોંચેલા રૂપાણીએ કહ્યુ- ખુબ હળવાશ અને મુક્ત થઈને આવ્યો છું
મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યોજનાઓના પ્લે કાર્ડ સાથે નાનાં બાળકોથી માંડી વૃદ્ધો યુવાનો અને મહિલાઓ ઉભા રહ્યા હતા. આ પ્રસંગે નીરવ શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી દ્વારા દેશના લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અલગ અલગ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ યોજનાઓનો લાભ દેશના લાખો જરૂરિયાત મંદ લોકો લઇ રહ્યા છે. ત્યારે તેમના જન્મદિવસે એકોતેર યોજનાઓ જેનું સૌથી વધુ લાભ લોકોએ લીધો છે. તે ડિસ્પ્લે કરવામાં આવી છે. જેનો ઉદ્દેશ હજુ વધુ લોકો યોજનાઓનો લાભ લઇ શકે છે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે આગામી એક વર્ષ સુધી તેમના ગણેશ યુવક મંડળ દ્વારા આ યોજનાઓનો લાભ લોકો વધુમાં વધુ લે તે દિશામાં કામગીરી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube