ખુરશી છોડ્યા બાદ પ્રથમવાર રાજકોટ પહોંચેલા રૂપાણીએ કહ્યુ- ખુબ હળવાશ અને મુક્ત થઈને આવ્યો છું
નિર્ણય કર્યો તેની બધી પ્રક્રિયા પૂરી કરી છે. નવા મંત્રીમંડળને જવાબદારી સોંપી દેવામાં આવી છે.
Trending Photos
ગૌરવ દવે, રાજકોટઃ રાજ્યના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યા બાદ વિજય રૂપાણી આજે પ્રથમવાર પોતાના વતન રાજકોટ પહોંચ્યા હતા. રાજકોટ પહોંચેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે, નવા મંત્રી મંડળની શપથ વિધિ બાદ રાજકોટ ઘરે આવ્યો છે. વિજય રૂપાણીએ કહ્યુ કે, ખુબ હળવાશ અને મુક્ત થઈને આવ્યો છું. મહત્વનું છે કે વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યા બાદ ભૂપેન્દ્ર પટેલને રાજ્યની કમાન સોંપવામાં આવી છે. આજે ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીઓએ શપથ પણ લઈ લીધા છે.
નવા મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ થશે
રાજકોટ પહોંચેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે, પાર્ટીએ જે નિર્ણય કર્યો તેની બધી પ્રક્રિયા પૂરી કરી છે. નવા મંત્રીમંડળને જવાબદારી સોંપી દેવામાં આવી છે. વિજય રૂપાણીએ કહ્યુ કે, હવે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ થશે. તેમણે કહ્યુ કે, આ રિલે રેસ છે, અહીં એકબીજાને દોડીને જવાબદારી સોંપવાની હોય છે. આ માત્ર ભાજપ જ કરી શકે છે.
અમારા અનેક પૂર્વજોમાં સત્તાનો ત્યાગ કરવાની તૈયારી
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે, અમારા અનેક પૂર્વજોએ આ પ્રકારે સત્તાનો ત્યાગ કરવાની તૈયારીઓ દર્શાવી હતી તેજ રીતે મેં પણ સત્તાનો ત્યાગ કર્યો છે. તેમણે કહ્યુ કે, ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં નો-રિપીટ થિયરીનો પ્રયોગ કર્યો છે. બધાએ સહર્ષ રીતે સત્તાનો ત્યાગ કર્યો છે. તેમણે કહ્યં કે, અમારી એક જ ભૂમિકા છે સત્તા પર હોઈએ કે નહીં બધા કાર્યકર છે.
નવી સરકારમાં 24 મંત્રીઓએ લીધા શપથ
રાજધાની ગાંધીનગરમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી ટીમે શપથ ગ્રહણ કરી લીધા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારની આ નવી ટીમના મંત્રીઓએ મંત્રીપદના શપથ લીધા છે. સૌપ્રથમ કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલે એકસાથે શપથ લીધા, તેના બાદ કનુ દેસાઈ, કિરીટ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર, અર્જુન સિંહ ચૌહાણે પણ કેબિનેટ મંત્રી તરીકે એકસાથે શપથ લીધા હતા. 10 કેબિનેટ કક્ષાના અને 14 રાજ્યકક્ષાના મંત્રીઓએ આજે નવી સરકારમાં શપથ લીધા છે. આમ હવે સરકારમાં મુખ્યમંત્રી સહિત કુલ 25 મંત્રીઓ છે. નવા મંત્રીએને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે શુભેચ્છા પાઠવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે