ચેતન પટેલ/સુરતઃ સુરતમાં ગત મોડી રાત્રે અલથાણ વિસ્તારમાં એક શોપિંગ સેન્ટરની બહાર સિક્યોરિટી ગાર્ડને બે પોલીસકર્મીએ ડંડાથી માર માર્યો હતો. હવે આ ઘટનામાં પોલીસ કમિશનર દ્વારા મોટા પગલાં ભરવામાં આવ્યા છે. સિક્યોરિટી ગાર્ડને માર મારનાર બંન્ને પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ગત મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન બે પોલીસકર્મીએ શોપિંગ સેન્ટરના વોચમેનને લાકડીઓ વડે માર માર્યો હતો. ત્યારબાદ આ ઘટના ત્યાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોચમેનને દંડા વડે ફટકાર્યો
વોચમેનને માર મારતો વીડિયો સીસીટીવીમાં કેદ થયા બાદ વાયરલ થયો હતો. આ વીડિયોમાં બે પોલીસકર્મી ડંડા વડે વોચમેનને ફટકારી રહ્યાં હતા. તેને આશરે 12 ડંડા મારવામાં આવ્યા હતા. રાત્રીના પેટ્રોલિંગ સમયે પોલીસે તેને રોક્યો હતો. ત્યારબાદ એક પોલીસ જવાન તેને પકડી રાખે છે જ્યારે બીજો તેને ડંડા ફટકારે છે. સિક્યોરિટી જવાનના હાથ પણ ઉંચા રખાવવામાં આવે છે. 


કોરોના મુદ્દે કોંગ્રેસે ફરીથી ગુજરાત સરકાર પર સાધ્યુ નિશાન, જાણો શું કહ્યું?


આ ભોગ બનનાર વોચમેનનું નામ તેજબહાદૂર યાદવ હતું અને તે સંકલ્પ શોપિંગ સેન્ટરમાં કામ કરે છે. તે મૂળ ઉત્તરપ્રદેશના કાનપુરનો વતની છે. તેણે કહ્યું કે, મને કોઈપણ કારણ વગર પોલીસે માર માર્યો છે. મારો કોઈ વાક નથી. હું છેલ્લા બે દિવસથી દવા કરી રહ્યો છું. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube