સ્નેહલ પટેલ, નવસારી: નવસારી (Navsari) નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર આવેલ બોરીયાચ ટોલનાકા પર ફર્સ્ટ લેન પણ ચાલતા ટ્રકને ટી.આર.બી જવાન રોકવા જતા જવાનનો ડંડો ટ્રકના કાચમાં લાગતા ચાલક ટ્રકના ચાલકનો પિતો ખસી જતા ચાલક તલવાર લઈને નીચે ઉતરી પડી પોલીસને ગાળો આપી ટ્રકના કાચના રૂપિયાની માંગણી કરતો હતો.  ત્યારબાદ જતા જતા પોલીસ (Police) ની જીપનો સાઈડ ગ્લાસ તલવાર વડે તોડી ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે વિડીયો (Video) સોશિયલ મીડિયા (Social Media) વાયરલ (Viral) થયો હતો. જોકે આગળ જતા ૬ પોલીસની જીપે ટ્રક ચાલકને ઘેરીને નવસારી ગ્રામ્ય પોલીસ દ્વારા ટ્રક ચાલકની ધરપકડ કરી હતી.

પ્રેશર કુકરમાં પણ બનાવી શકો છો રોટલી! જમવાનું બનાવતાં પહેલાં જોઇ લો આ વીડિયો


નવસારી (Navsari) નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર બોરીયાચ ટોલનાકા પાસેનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક ટ્રક ચાલક પોલીસને તલવાર બતાવીને બિભત્સ શબ્દો ઉચારી રહ્યો હતો. બિનજરૂરી રીતે ટ્રકના સાઈડ મિરર તોડી નાખતા પોલીસ પર ભડક્યો હતો. જેથી ભડકેલા ડ્રાઈવરે પોતાના કાંચના બદલામાં પોલીસને રૂપિયા ચૂકવવા માટે જણાવ્યું. સાથે જ તેમણે પોલીસને તલવાર બતાવી ધમકાવ્યા હતા. 


આ વીડિયો (Video) નવસારી (Navsari) માં સોશિયલ મીડિયા (Social Media) માં પણ વાયરલ થયો હતો. જેમાં ટ્રક ચાલક બિભત્સ શબ્દોની વર્ષા વર્ષાવી રહ્યો છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ટી.આર.બી. (TRB) જવાન સહિત પોલીસ કર્મચારીઓ પર ડ્રાઇવર ૪૫ વર્ષીય પ્રગટસિંહ સુરજીતસિંહ નામનો ટ્રક ડ્રાયવર અમદાવાદથી મુંબઈના રૂટ પર ફર્સ્ટ લેનમાં ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. 

Lockdown માં વધ્યું Sunny Leone નું વજન, જિપ બંધ કરવા મથામણ કરી રહ્યા છે 3-3 લોકો


જેથી પોલીસે તેને અટકાવવાનો પ્રયાસમાં ટ્રકના સાઈડ મીરરને નુકસાન થયું હતું. ડ્રાઈવર પ્રગતસિંગએ ગાડી સાઈડમાં લગાવી ટી.આર.બી.જવાન સહિત પોલીસ કર્મચારીઓ પર તલવાર બતાવી બીભત્સ્ય શબ્દો ઉચાર્યા હતા. ત્યારબાદ તે પોલીસ જીપનો સાઈડ ગ્લાસ તોડી ને પોતાની ટ્રક લઈને ત્યાંથી નાસી છૂટ્યો હતો. 


જોકે આ સમગ્ર ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને થતા.તાત્કાલિક તેને પકડવાના આદેશ થયા હતા જેને પગલે પોલીસની ૬ જેટલી જીપ દ્વારા તેને ઘેરી નવસારી ગ્રામ્ય પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube