ચેતન પટેલ/સુરત :આજે અયોધ્યા રામમંદિરનુ ભૂમિ પુજન હોઈ સમગ્ર દેશના લોકોમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને વર્ષ 1992 મા કાર સેવામા ભાગ લેનારા સેવકો માટે આ દિવસ ઐતિહાસિક બની રહ્યો છે. સુરતના ભરતભાઇએ જે-તે સમયે જ્યાં સુધી રામ મંદિર નહિ બને ત્યા સુધી ચાની બાધા લીધી હતી. આજે એ વાતને 28 વર્ષ વીતી ગયા છે ત્યારે મંદિર પૂર્ણ થશે અને પહેલી પૂજા કરવામાં આવશે ત્યારે આ બાધા છોડવામા આવશે.


રામ મંદિરના ભૂમિ પૂજન પ્રસંગે ગુજરાતભરમાં ઉત્સવનો માહોલ, મંદિરોમાં રામધૂન બોલાવી 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અયોધ્યા રામ મંદિર બનાવવામા માટે લાખ્ખો લોકોનો ફાળો રહ્યો છે. વર્ષ 1992 દરમિયાન રામ મંદિરને લઇ દેશના ખૂણેખૂણામાંથી લોકો કાર સેવામા જોડાયા હતા. જેમા સુરત શહેરનું યોગદા પણ બાકાત રહ્યું નથી. સુરતના ગોડદોડ રોડ વિસ્તારમા રહેતા ભરતભાઇ પણ અયોધ્યા મંદિરમા કાર સેવામા જોડાયા હતા. તેમની સાથે ચીમનભાઇ પણ જોડાયા હતા. અયોધ્યા મંદિર દરમિયાન તેઓએ રાત દિવસ એક કરી મહેનત કરી હતી. 


સાદડાના વનમાં રહસ્યમય ઘટના સર્જાઈ, એકસાથે સૂકાયા 300 વાંસ 


દરમિયાન ભરતભાઇએ જ્યાં સુધી રામ મંદિર નહિ બને, ત્યાં સુધી તેઓ ચા નહિ પીએ તેવી બાધા લીધી હતી. આજે જ્યારે રામ મંદિરનુ આવતીકાલે ભૂમિ પૂજન છે. ત્યારે તેમના પણ ખુશીની લહેર જોવા મળી છે. તેઓએ જણાવ્યુ હતુ કે, સૌથી વધુ ખુશી તેમને છે. રામ મંદિર બન્યા બાદ જ્યારે પ્રથમ પૂજા કરવામા આવશે ત્યારે તેઓ આ ચાની બાધા છોડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર