સુરત : ખાતે ડાક વિભાગના આંતરરાષ્ટ્રીય વ્યવસાય કેન્દ્રનો શુભારંભ કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે થયું હતું. સુરત મહિધરપુરા પોસ્ટ ઓફીસ ખાતેથી ફોરેન પોસ્ટ ઓફિસનું સંચાલન થશે. આ પોસ્ટ સેવાનો પ્રારંભ થતા જ ડાયમંડ, ટેક્ષટાઇલ, સિલ્ક જેવા ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય સ્તરે મદદરૂપ બનશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફોરેન પોસ્ટમોફિસ સેવાના પ્રારંભ પ્રસંગે સરસાણા પ્લેટીમ હોલ ખાતે નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે જણાવ્યું કે, હાલ સુરતનો ગોલ્ડન સમય ચાલી રહ્યો છે. માંગ્યા કરતા વધારે ઝડપથી મળે છે. સુરતીઓના લોહીમાં વેપાર છે. સદીઓથી સુરતના દરિયા કિનારે દેશ વિદેશનાં વેપારીઓ આવતા રહેતા હતા. 


ડાયમંડ, ટેક્ષટાઇલ, સિલ્ક જેવા ઉદ્દોગો આંતરરાષ્ટ્રીય રીતે સંકળાયેલા છે.પોસ્ટ વિભાગનાં અધિકારીઓએ ટુંકા ગાળામાં અનેક વિભાગો સાથે સંકલન સાથેને ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર શરૂ કર્યું છે. સુરત ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગોને કસ્ટમ વિભાગમાં જે પ્રકારે સમય ગુમાવવો પડતો હતો તેના કરતા ખુબ જ સરળતાથી આગળ વધારી શકાશે. જેના કારણે ઉદ્યોગોને મોટો ફાયદો થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube