સુરત/ગુજરાત : સુરતના  અમરોલીમાં એક દુખદ ઘટના બની હતી. કોસાડના ક્રિકેટ ગ્રાઉન્ડ પર બેટિંગ કરતા સમયે અચાનક ચક્કર આવી જતા એક આશાસ્પદ એન્જિનિયર તથા ક્રિકેટરનું મોત નિપજ્યું હતું. જેને કારણે તેના પરિવારમાં દુખનું મોજુ છવાઈ ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંદેશ અખબારમાં છપાયેલા અહેવાલ અનુસાર, શેખપુર ગામે રહેતો નિકેત બાલુભાઈ પટેલએ તાજેતરમાં જ ભરૂચની કોલેજમાંથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો હતો. તેના પિતા સાયણ સુગરમાં નોકીર કરે છે. નિકેત 15 ડિસેમ્બરના રોજ સાંજે મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો. 20 ઓવરની મેચ ચાલી રહી હતી. તે બેટિંગ કરી રહ્યો હતો. નિકેતે 23 બોલમાં 11 રન બનાવ્યા હતા. ત્યારે અચાનક બેટિંગ કરતા સમયે તેની તબિયત લથડી હતી અને તે ચક્કર આવીને જમીન પર પડ્યો હતો. આ જોઈને તેના મિત્રો તરત તેની પાસે દોડી આવ્યા હતા.


નિકેતને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. પરંતુ હોસ્પિટલમા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. તેનું મોત હાર્ટ એટેકથી થયુ હોવાનું તબીબોએ જણાવ્યું હતું. આમ, એક આશાસ્પદ એન્જિનિયર યુવકની જિંદગી આવી રીતે હોમાઈ હતી.  પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.