ચેતન પટેલ/સુરત :આઈસીયુમાં દાખલ કોરોના દર્દીઓ માટે પ્લાઝમા આશીર્વાદરૂપ સમાન છે. એક પ્લાઝમા ડોનેરના કારણે આઈસીયુમાં દાખલ બે દર્દીઓને જીવનદાન મળતું હોય છે અને સુરતના ફૈઝલ ચુનારાએ એક કે બે વખત નહિ, પરંતુ ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કરી આઈસીયુમાં દાખલ 6 દર્દીઓને જીવનદાન આપ્યું છે. ફૈઝલ ગુજરાતનો પ્રથમ પ્લાઝમા ડોનર બન્યા છે કે, જેણે ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કર્યા છે.


અમદાવાદમાં હર્ડ ઈમ્યુનિટી નથી વિકસી, સરવેમાં મળી ચોંકાવનારી માહિતી 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માર્ચ મહિનામાં દુબઇ અને અન્ય દેશોમાં કોરોના કહેરની શરૂઆત હતી, તે દરમ્યાન દુબઈમાં એક્સપોર્ટ અને ઈમ્પોર્ટનો વેપાર કરનાર ફૈઝલ ચુનારા લોકડાઉન પહેલા જ પોતાના વતન એટલે ભારત આવવા માંગતો હતો. ફ્લાઇટ પણ લિમિટેડ ચાલુ હતી. બાદમાં ભારતીય નાગરિકોની અપીલને કારણે ભારત દૂતાવાસે તેને ભારત આવવાની વ્યવસ્થા કરી આપી હતી. ભારત આવ્યા બાદ ફૈઝલમાં કોરોનાના લક્ષણો દેખાતા તેને કોરોના ટેસ્ટ કરાવ્યું હતું અને 19 માર્ચના રોજ તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. દુબઈમાં ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ બિઝનેસ કરનાર ફૈઝલને સરકારી હોસ્પિટલમાં જે રીતે સારવાર આપવામાં આવી તેનાથી પોતાના દેશ અને સરકાર પ્રત્યેનો પ્રેમ બે ગણો થઈ ગયો હતો.


કોરોનાના બીકે ઈન્સ્યોરન્સ કંપનીઓની તિજોરી ભરાઈ, 3 મહિનામાં 7.05 લાખ લોકોએ જીવન વીમો ખરીદ્યો


ઝલ 2 એપ્રિલના રોજ સિવિલ હોસ્પિટલમાંથી કોરોનાને માત આપી સાજો થયો હતો. તે દિવસે ફૈઝલે વિચાર કર્યું હતું કે કોરોના દર્દીઓ માટે પ્લાઝમા ડોનેટ કરી દેશનું ઋણ અદા કરશે. કોરોનામુક્ત થયેલાં દર્દીમાં એન્ટીબોડી ડેવલપ થાય તેનું જ પ્લાઝમા લેવામાં આવે છે. અને પ્લાઝમા આઈસીયુમાં દાખલ ક્રિટિકલ કોરોનાના દર્દીઓ માટે આશીર્વાદ સમાન હોય છે. ફૈઝલ આ વાત જાણતો હતો. આ જ કારણ છે કે તેને એક કે બે વાર નહીં પરંતુ ત્રણ વાર પ્લાઝમા ડોનેટ કર્યા છે. અને ગુજરાતનો પ્રથમ એવો ડોનર બની ગયો છે કે જેને ત્રણ વાર પ્લાઝમા ડોનેટ કર્યા છે. તેણે 6 મે, 7 જુલાઈ અને 23 જુલાઈના પ્લાઝમા ડોનેટ કર્યા છે.


24 કલાકમાં ગુજરાતના 60 તાલુકામાં વરસાદ, ઉમરપાડા અને ઉંમરગામમાં 4 ઈંચ ખાબક્યો


એકવાર પ્લાઝમા ડોનેટ કરવાથી આઈસીયુમાં દાખલ બે દર્દીઓને સાજા કરી શકાય છે. એટલે ત્રણ વાર પ્લાઝમા ડોનેટ કરવાથી ફૈઝલે છ જેટલા દર્દીઓને જીવનદાન આપ્યું છે. ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કરનાર ફૈઝલની તમામ વિગતો માટે નવી સિવિલ હોસ્પિટલના બ્લડ બેંકના ઇન્ચાર્જ ડૉ મયુર જરગ અને તેમની ટીમે ખાસ કાળજી લીધી હતી. ફૈઝલના પ્લાઝમા ડોનેશન અંગે ડોક્ટર મયુરે જણાવ્યું હતું કે, ફૈઝલ આ ગુજરાતીઓ માટે આદર્શ બની ગયો છે. ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ વખત પ્લાઝમા કોઈએ ડોનેટ કર્યા નથી. પરંતુ ફૈઝલે આ ઉપલબ્ધિ મેળવી આઈસીયુમાં દાખલ કોરોનાના દર્દીઓને જીવનદાન આપી એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર