ડાયમંડ ઉદ્યોગમાં મંદીને કારણે રત્નકલાકારોની માઠી દશા! 2 વર્ષમાં 25 હીરા ઘસુઓએ છોડ્યું જીવન
સુરતની એક ઓળખ એટલે હીરા ઉદ્યોગ...એ ઉદ્યોગ જેના પર સુરતમાં રહેતા અનેક લોકોના ઘર ચાલે છે. એવો ઉદ્યોગ જેણે સૌરાષ્ટ્રના અનેક લોકોના જીવન બદલ્યા...દેશભરના રાજ્યના લોકોને રોજગારી પુરી પાડી અને સમગ્ર વિશ્વમાં જેણે સુરત શહેરની એક આગવી છાપ ઉભી કરી. તે જ હીરા ઉદ્યોગ હાલ મંદીના વાવળમાં ફસાઈ ગયો છે.
ઝી બ્યુરો/સુરત: સુરતની શાન કહેવાતો અને જેના કારણે સુરતની એક અલગ ઓળખ છે તે હીરા ઉદ્યોગ મંદીના વાવળમાં ફસાયો છે. સુરતમાં સૌરાષ્ટ્ર હોય કે પછી ભારતના અલગ અલગ રાજ્યના લોકો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. પરંતુ હાલ હીરા ઘસુ એટલે કે રત્નકલાકારોની માઠી દશા બેઠી છે. મંદીને કારણે ઉભી થયેલી આર્થિક સંકડામણમાં રત્નકલાકારો મોતને વ્હાલુ કરી રહ્યા છે. જુઓ ડાયમંડ ઉદ્યોગમાં મંદીને કારણે રત્નકલાકારોની બેઠેલી માઠી દશાનો આ અહેવાલ.
- સુરતની ઓળખ હીરા ઉદ્યોગની માઠી દશા!
- મંદીના વાવળમાં ફસાઈ ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ
- મંદીના મારથી રત્નકલાકારો સંકટમાં મુકાયા
- આર્થિક સંકળામણથી રત્નકલાકારોનો આપઘાત
- 2 વર્ષમાં 25 હીરા ઘસુઓએ છોડ્યું જીવન
સુરતની એક ઓળખ એટલે હીરા ઉદ્યોગ...એ ઉદ્યોગ જેના પર સુરતમાં રહેતા અનેક લોકોના ઘર ચાલે છે. એવો ઉદ્યોગ જેણે સૌરાષ્ટ્રના અનેક લોકોના જીવન બદલ્યા...દેશભરના રાજ્યના લોકોને રોજગારી પુરી પાડી અને સમગ્ર વિશ્વમાં જેણે સુરત શહેરની એક આગવી છાપ ઉભી કરી. તે જ હીરા ઉદ્યોગ હાલ મંદીના વાવળમાં ફસાઈ ગયો છે. આ ઉદ્યોગની મંદીથી સૌથી ખરાબ સ્થિતિ રત્નકલાકારોની થઈ છે. હીરા ઘસૂઓના ઘર ચલાવવા મુશ્કેલ થઈ ગયા છે. જે રત્નકલાકારો પહેલા આ ઉદ્યોગમાં મહિને લાખો રૂપિયાનું કામ કરી શક્તા હતા તેમણે હાલ નોકરી બચાવવાનો પ્રશ્ન આવી ગયો છે. સ્થિતિ એટલી વિકટ થઈ ગઈ છે કે છેલ્લા બે વર્ષમાં 25થી વધુ રત્નકલાકારોએ આર્થિક સંકળામણને કારણે આપઘાત કરી લીધો છે.
- હીરામાં મંદીથી માઠી દશા
- રત્નકલાકારો પહેલા હીરામાં મહિને લાખો રૂપિયાનું કામ કરતાં હતા
- હાલ રત્નકલાકારોને નોકરી બચાવવાનો પ્રશ્ન આવી ગયો
- છેલ્લા 2 વર્ષમાં 25થી વધુ રત્નકલાકારોએ આપઘાત કર્યો
સુરતમાં હીરા ઉદ્યોગની સમૃદ્ધીનો ખ્યાલ એના પરથી જ આવે કે વિશ્વના 90 ટકા હીરાનું કટિંગ અને પોલિસિંગ સુરતમાં થાય છે. સુરતને હીરાનું હબ કહેવામાં આવે છે. પરંતુ જ્યારથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી આ ઉદ્યોગની માઠી દશા બેઠી છે. હીરાનો કાચો માલ રશિયાથી આવે છે પરંતુ અનેક દેશોએ રશિયાના હીરા ખરીદવા પર પ્રતિબંધ મુકતા નિકાસમાં મોટો ઘટાડો આવ્યો છે. વૈશ્વિક સ્તરે ડિમાન્ડ ઘટતાં તેની સીધી અસર રત્નકલાકારોના જીવન પર પડી છે. આ ઉદ્યોગના માલિકો પુરતા સ્ટોકના અભાવે વેકેશન લંબાવી રહ્યા છે. તો કામના કલાકો ઘટાડી દીધા. તો કેટલીક જગ્યાએ હીરા ઘસૂઓને નોકરીમાંથી છૂટા પણ કરી દેવામાં આવ્યા...જેના કારણે હીરા પર પોતાનું ઘર ચલાવતાં રત્નકલાકારોની સ્થિતિ વિકટ બની છે.
રત્નકલાકારોની વિકટ સ્થિતિ કેમ?
- હીરાનો કાચો માલ રશિયાથી આવે છે
- અનેક દેશોએ રશિયાના હીરા ખરીદવા પર પ્રતિબંધ મુક્યો
- વૈશ્વિક સ્તરે ડિમાન્ડ ઘટતાં અસર રત્નકલાકારોના જીવન પર પડી
- ઉદ્યોગના માલિકો પુરતા સ્ટોકના અભાવે વેકેશન લંબાવી રહ્યા છે
- કામના કલાકો ઘટાડ્યા, હીરા ઘસૂઓને નોકરીમાંથી છૂટા કર્યા
- હીરા પર પોતાનું ઘર ચલાવતાં રત્નકલાકારોની સ્થિતિ વિકટ બની
તો હીરા ઉદ્યોગમાં મંદીના મારથી ગુજરાતના લગભગ 25 લાખ પરિવારને સીધી કે આડકતરી અસર પહોંચી છે. જે રત્નકલાકાર પહેલા મહિને 40થી 45 હજાર રૂપિયા કમાતો હતો તે હાલ બેકાર બની ગયો છે...ત્યારે કોંગ્રેસે આ મામલે ભાજપ સરકાર ઘેરી છે...કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, ગમે ત્યારે વેકેશન પડે ગમે ત્યારે શેઠ નોકરી આવવાની ના પાડે, હિરા ઉદ્યોગ થકી ધનસંગ્રહ કરનાર કેન્દ્ર અને ગુજરાત સરકાર મૌન હોય તે કેમ ચાલે?.... ચાઇનાએ લેબગ્રોન ડાયમંડ બનાવ્યા જેની અસર પણ ભારતની સાચા હીરાની પ્રતિષ્ઠાને થઈ છે.
- મંદીમાં ફસાયો સુરતની શાન હીરા ઉદ્યોગ
- મંદીના મારથી રત્નકલાકારોની માઠી દશા
- છેલ્લા 2 વર્ષમાં 25 રત્નકલાકારોનો આપઘાત
- રશિયા-યુક્રેન યુદ્ધની થઈ ખરાબ અસર
- કોંગ્રેસે સરકારને ઘેરવાનો કર્યો પ્રયાસ
હાલ સુરતમાં રત્નકલાકારોની એવી ખરાબ સ્થિતિ થઈ છે કે અનેક પરિવારો સુરત છોડીને વતનમાં જતાં રહ્યા છે. અનેક લોકોએ આ ઉદ્યોગ છોડીને નાસ્તાની લારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે જે બચ્યા છે તેઓ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે દિવાલી અને ક્રિસમસ પર ખરીદી નીકળી અને ફરી આ ઉદ્યોગમાં તેજી આવે.