ચેતન પટેલ/સુરત :લોકડાઉનના કારણે સૌથી વધુ કફોડી હાલત પરપ્રાંતિયોની થઇ હતી. બે ટંકનુ જમવાનુ પણ નસીબમાં ન રહેતા તેઓ બસ, ટ્રક અને પગપાળા પોતાના વતન હિજરત કરવા મજબૂર બન્યા હતા. અંદાજે 10 લાખથી વધુ પરપ્રાંતિયો પોતાના વતન હિજરત કરી ગયા હતા. દરમિયાન ચાર મહિના બાદ સુરતના કાપડ ઉઘોગમા તેજી નીકળતા હવે લુમ્સના કારખાનેદારો પોતાના કારીગરોને પ્લેન મારફત સુરત બોલાવી રહ્યા છે. અત્યાર સુધી ફકત સચીન નોટીફાઇડ વિસ્તારમા બે હજારથી વધુ કારીગરોને સુરત બોલાવી રોજગારી આપવામા આવી છે. 


અતિવૃષ્ટિથી નુકસાની ભોગવી રહેલા ખેડૂતો માટે ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન મૂકાયું હતું. લોકડાઉનના શરૂઆતના દિવસોમાં સુરતમાં રોજગારી અર્થે આવેલા પરપ્રાંતીયોને એક મહિના સુધી સ્થાનિક કારખાનેદારો દ્વારા રાખવામાં આવ્યા હતા. જોકે બાદમાં lockdown વધારવાની જાહેરાત થતાની સાથે પરપ્રાંતિયોની હાલત અત્યંત કફોડી બની ગઇ હતી. તેઓને બે ટંકનું ભોજન પણ પૂરતુ મળી રહેતું ન હતું. બીજી તરફ તેમનો પરિવાર વતનમાં તેમની ચિંતા કરતું હતું. જેથી અંદાજે 7 થી 8 લાખ જેટલા પરપ્રાંતિયો ટ્રેન, પગપાળા તથા ટ્રક મારફતે પોતાના વતન પહોંચ્યા હતા. જોકે વતન પહોંચ્યા બાદ પણ તેઓ છેલ્લા ચાર મહિનાથી બેરોજગાર હતા. પરિવારજનોનુ ગુજરાન ચલાવવુ મુશકેલ બની ગયુ હતુ. જોકે, માર્કેટ ખૂલતાની સાથે જ ચાર મહિનાથી મરણ પથારીએ પડેલા કાપડ ઉઘોગમાં જીવ રેડાયો છે. કાપડ બજારમાં તેજી આવતા જ લુમ્સના કારખાનેદારોને અન્ય રાજ્યોમાંથી ઓર્ડર મળવાના શરૂ થઇ ગયા હતા. જોકે કારખાનેદારો પાસે કારીગરો ન હોવાના કારણે ઓર્ડર કઇ રીતે પૂરો કરે તે અંગે મૂંઝવણમા મુકાય ગયા હતા. બીજી તરફ ટ્રેનોમા પણ એકથી બે મહિનાનુ વેઇટીંગ અને ટિકિટના પણ રૂપિયા વધુ છે. કારીગરો પાસે એટલા રૂપિયા નથી કે, તેઓ ટિકીટ બૂક કરાવી શકે. 


નર્મદામાં પૂરની સ્થિતિ વચ્ચે જોવા મળી માનવતાની અદભૂત તસવીરો.... 


સચીન જીઆઈડીસીના પ્રમુખ મહેન્દ્ર રામોલિયા જણાવે છે કે, આખરે લુમ્સના કારખાનેદારો દ્વારા જે કારીગરો પલાયન થઇ ગયા હતા તેમને પોતાના ખર્ચે બોલાવવાનુ નક્કી કર્યુ હતું. લુમ્સના કારખાનેદારો દ્વારા બિહાર, ઓરિસ્સા, ભુવનેશ્વરમા રહેતા કારીગરોને પ્લેન મારફત પોતાના ખર્ચે સુરત બોલાવવામાં આવી રહ્યા છે. દિલ્હીથી તેમની ફ્લાઇટ મુંબઇ સુધીની મળતી હતી અને બાદમા કારખાનેદારો દ્વારા પ્રાઇવેટ ટેક્સી મુંબઇ એરપોર્ટ પર મોકલવામાં આવી હતી. આમ તેઓને સુરત લાવવામા આવી રહ્યાં છે. એક કારીગરો પાછળ અંદાજિત 5500 જેટલા રૂપિયા ખર્ચવામા આવી રહ્યાં છે. 


કારખાના માલિકો દ્વારા પોતાના કારીગરોને તેજી અંગે વાત કરતાની સાથે જ કારીગરોએ પણ સુરત આવવાની તૈયારી બતાવી હતી. કારીગરો પોતાના ગામથી દિલ્હી એરપોર્ટ પહોંચતા હતા અને ત્યાંથી મુંબઇ એરપોર્ટ અને એરપોર્ટથી પ્રાઇવેટ કાર લઇ સુરત પહોંચ્યા હતા. અત્યાર સુધીમાં 200 જેટલા કારીગરોને આ જ રીતે બાય પ્લેન બોલાવવામા આવ્યા છે. જો કે હજી પણ યુપીમા લોકડાઉન ચાલતુ હોવાને કારણે ત્યાંના કારીગરો સુરત આવી નથી શક્યા. હાલમા આ તમામ કર્મચારીઓને રોજગારી મળતા તેઓમા પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.


હાલ તો લુમ્સના કારખાનેદારો એક જ આશા લઇને બેઠા છે કે, ફરી કાપડ ઉદ્યોગ ધમધમતો થાય અને બેકાર બનેલા લાખો કારીગરોને ફરી રોજગારી મળે.


ગુજરાતના મહત્વના સમાચાર :


Unlock-4 ની ગાઈડલાઈનથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માર્ગ મોકળો થયો, રાજકીય પક્ષો થયા એક્ટિવ


અંબાજીમાં દર્શન કરીને સીઆર પાટીલ ઉત્તર ગુજરાતના 7 જિલ્લાઓના પ્રવાસે નીકળશે