તેજસ મોદી/સુરત :ગુજરાતમાં ચોરોનો આતંક વધી રહ્યો છે. રોજેરોજ મહિલાઓના અછોડા તોડાયાના કિસ્સાઓ તથા અન્ય ચોરીઓના બનાવો વધી રહ્યા છે, ત્યારે સુરતના ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલના મોબાઈલ ચોરવાની ઘટના બની હતી. જોકે, લોકોએ ચોરને પકડી પાડ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"210553","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"MobileChorSurat.JPG","field_file_image_title_text[und][0][value]":"MobileChorSurat.JPG"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"MobileChorSurat.JPG","field_file_image_title_text[und][0][value]":"MobileChorSurat.JPG"}},"link_text":false,"attributes":{"alt":"MobileChorSurat.JPG","title":"MobileChorSurat.JPG","class":"media-element file-default","data-delta":"1"}}]]


પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ઓલપાડ વિસ્તારના ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલ વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળ્યા હતા. ત્યારે તેમની સાથે મોબાઈલ સ્નેચિંગનો બનાવ બન્યો હતો. તેઓ ચાલી રહ્યા હતા ત્યારે એક લૂંટારુ તેમના હાથમાંથી મોબાઈલ ખેંચીને ભાગી ગયો હતો. લૂંટારુના ધક્કાથી મુકેશ પટેલ રસ્તા પર પડી ગયા હતા. જોકે, તેમણે તરત બૂમાબૂમ કરી મૂકતા લોકો એકઠા થયા હતા અને એક બાઈક સવારે દોડી રહેલા ચોરને પકડી પાડ્યો હતો. મુકેશ પટેલે આ ચોરને પોલીસમાં સોંપ્યો હતો. 


ઉલ્લેખનીય છે કે, સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. મહિલાઓના અછોડા તૂટી રહ્યા છે, ત્યારે ખુદ ધારાસભ્ય સાથે જ આવો બનાવ બન્યો છે.