• કોચે તેને ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી. વૈશાલીનો એક જ હાથ કામ કરતો હતો, પરંતુ તેનો બીજો હાથ એટલે કે જમણો હાથ એટલો બધો પાવરફુલ હતો કે, તે આ ગેમ માટે પરફેક્ટ હતા


ચેતન પટેલ/સુરત :બે હાથનું જોર એક જ હાથથી લગાવીને સુરતના પેરા એથ્લીટ (para athlete) વૈશાલી પટેલે નેશનલ ચેમ્પિયનશિપમાં નામના મેળવી છે. અનેક મેડલ પોતાના નામે કર્યાં છે. બાળપણથી જ પોલિયોને કારણે તેના ડાબા હાથમાં કચાશ રહી ગઈ હતી. જોકે 30 વર્ષની ઉંમરે તેણે બેડમિન્ટન (badminton) માં નેશનલ રમવાનું ચાલુ કર્યું અને સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલ જીત્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેરા બેડમિન્ટન પ્લેયર વૈશાલી પટેલ ત્રણ વર્ષની હતી, ત્યારે જ પોલિયોગ્રસ્ત થઈ હતી. આગળ જતાં તેનું શરીર તો રિકવર થઈ ગયું હતું. પરંતુ તેમના ડાબા હાથમાં કચાશ રહી ગઈ. દિવ્યાંગતા હોવા છતાં તેણે હિંમત હારી નહિ. દરેક રુટિન કામ તે સામાન્ય લોકોની જેમ જ સ્પીડમાં અને જાતે જ કરે છે. ત્રણ વર્ષ હોસ્ટેલમાં રહી માસ્ટરનો અભ્યાસ કર્યો. જેના પરિણામે તેને સરકારી નોકરી પણ મળી ચૂકી છે. 34 વર્ષની વૈશાલી પટેલ જ્યારે 26 વર્ષની હતી, એ સમયે તેમનો રસ બેડમિન્ટન (badminton player) રમવામાં હતો. પરંતુ તેમને કઈ કેટેગરીમાં જવુ તેની માહિતી ન હતી. તે એક અઠવાડિયા માટે નવસારીનાં લુન્સીકૂઈ ખાતે જ્યાં ખેલાડીઓ રમતા હતા ત્યાં માત્ર જોવા માટે ગયા. કોચને વૈશાલીને જોઈને નવાઈ લાગી અને પોતાને ત્યાં આવવા માટેનું કારણ પૂછ્યું હુતં. વૈશાલી પટેલે આ ગેમમાં પોતાનો રસ હોવાનું જણાવ્યું હતું. 


આ પણ વાંચો : તલાલામાં ભૂકંપના આંચકા સાથે સંભળાયો ભેદી ધડાકો, લોકો ગભરાયા 



ત્યાર પછી કોચે તેને ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી. વૈશાલીનો એક જ હાથ કામ કરતો હતો, પરંતુ તેનો બીજો હાથ એટલે કે જમણો હાથ એટલો બધો પાવરફુલ હતો કે, તે આ ગેમ માટે પરફેક્ટ હતા. આ હાથથી ફટકારેલા તેના ટોસ બેક લોબીમાં જતા. જેને કારણે કોચે વૈશાલીને નેશનલ (sports) રમવા માટે પ્રોત્સાહન આપ્યું. 30 વર્ષની ઉંમરે તેણે નેશનલ રમવાનું ચાલુ કર્યું. માર્ચ 2017-18માં તેણે યુપી ખાતે પેરા બેડમિન્ટન ડબલ્સમાં સિલ્વર અને સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. કોન્ફિડન્સ આવતા તેણે તે જ વર્ષે દુબઈમાં પહેલી ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં રમી. પરંતુ દુર્ભાગ્યલશ જીતી ન શકી ન હતી. 


આ પણ વાંચો : આ તારીખે ગુજરાતમાં આવીને ચૂંટણી પ્રચાર કરશે Asaduddin Owaisi 


વૈશાલી પટેલ કહે છે, મારા કોચે મારી રમત જોઈને મને નેશનલ્સ રમવા માટે પ્રોત્સાહન આપ્યું. મને જરા પણ આઈડિયા ન હતો કે હું આટલું સારું રહી શકીશ. નેશનલ ( national championship) માં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આવ્યા ત્યારે મારો કોન્ફિડન્સ વધ્યો. આજે હું ઈન્ટરનેશનલ રમત રમવા માટે અઠવાડિયામાં પાંચ દિવસ રોજ બે કલાક પ્રેક્ટિસ કરી રહી છું. હુ ત્યાં પણ મેડલ મેળવી શકીશ.