ચેતન પટેલ/સુરત: શહેરમાં પીએલસીયુ-અલ્હીમા કંપનીના સંચાલકોનું કારસ્તાન સામે આવ્યું છે. જેમાં એક વર્ષમાં ત્રણગણાની લાલચ આપી પોલીસકર્મી સહિત 12 લોકો સાથે રૂપિયા 59.50 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. આ ઘટનામાં સાયબર પોલીસે એક મહિલા સહીત ત્રણ લોકોની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રાફિક કર્મીઓના અચ્છે દિન! અપાયા AC હેલ્મેટ, અફલાતૂન સુવિધાઓ સાથે આ રીતે કરે છે કામ


આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, શહેરના અડાજણ સંજીવકુમાર ઓડીટોરીયમ હોલની બાજુમાં આવેલ ગેલેરીયા કોમ્પ્લેક્ષમાં પીએલસીયુ- અલ્ટીમા કંપની ધવરા સંચાલકોએ શહેરમાં અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યુંછે. માત્ર એક વર્ષમાં મૂળ રકમના ત્રણ ગણા પૈસા કરી આપવાની લાલચ આપી ઠગબાજ સંચાલકોએ પીએલસીયુ કોઈનના નામે પોલીસકર્મી સહિત બાર જેટલા લોકો પાસેથી કુલ રૂપિયા 59.50 લાખ પડાવી લીધા હતા. 


વિદ્યા ધામ કે મદિરાપાન ધામ! એક પછી એક વિદ્યાના ધામ કેમ બની રહ્યા છે 'ઉડતા ગુજરાત'?


જોકે બાદમાં લોકોને ઠગાઇનો ભોગ બન્યાની જાણ થતા તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગાઇનો ગુનો નોંધી મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી સાથે એક ફાયર કર્મચારી પણ છે.પુણાગામ શિવમ કોમ્પ્લેક્ષમાં રહેતા મૂળ ભાવનગર અને સુરત પોલીસ હેડ કવાર્ટરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભવાનસિંહ ભુપતસિંહ મોરી એ અડાજણ સંજીવકુમાર ઓડીટોરીયમ હોલની બાજુમાં ગેલેરીયા કોમ્પ્લેક્ષમાં આવેલ પીએલસીયુ-અલ્ટીમા કંપનીના સંચાલક વિનોદ હરીલાલ નિશાદ, અમર વાધવા, અમરજીત નિશાદ, સુનિલ મોર્યા અને પંપાદાસ નામની મહિલા સહીત ફરિયાદ નોંધવામાં આવી જે વખતે આરોપીઓએ તેમની પીએલયુસી અલ્ટીમા નામની કંપનીમાં રોકાણ કરશો તો ૩ મહિનામાં રોકાણ કરેલા રૂપિયા પરત આપવાની અને એક વર્ષમાં ત્રણ ગણા રૂપિયા મળશે. 


ભરૂચના હાંસોટમાં બે કાર ધડાકાભેર અથડાતાં પડીકું વળી ગઈ! એક જ પરિવારના 5 લોકોના મોત


આ ઉપરાંત બીજા કોઈ વ્યકિતને રોકાણ કરાવશો તો મિશન અને બોનસ આપવાની વાત કરી હતી ઉપરાંત બીજા કોઈ વ્યકિતને રોકાણ કરાવશો તો મિશન અને બોનસ આપવાની વાત કરી હતી ભવાનસિંહએ રૂપિયા ૧.૫૦ લાખનું રોકાણ કર્યુ હતું. આ ઉપરાંત અન્ય અગિયાર જેટલા લોકો પાસેથી મળી કુલ રૂપિયા ૫૯, ૫૦, ૫૦૦નું રોકાણ કરાવ્યુ હતુ. આ ટોળકીએ તમામ રોકાણકારોના વોલેટમાં પીએલયુસી કોઈન આપ્યા બાદ પીએલયુસી અલ્ટીમા કોઈનમાંથી પીએલયુસી કલાસીસ કોઈનમાં ટ્રાન્સફર કરી તેના ભાવ ડાઉન કરી છેતરપિંડી કરી હતી. 


કોંગ્રેસ-આપ વચ્ચે ડખા? દિલ્હીમાં 'પંજા'ની અલગ રણનીતિ, રાહુલ-ખડગેની હાજરીમાં બેઠક


બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસે ભવાનસિંહની ફરિયાદને આધારે ટોળકી સામે ગુનો દાખલ કરી વિનોદ નિશાદ (રહે, પાલનપુર પાટિયા), મહેન્દ્રસિંહ ઉદેસિંહ સીસોદીયા (રહે,વેસુ) અને પંપા બરુનદાસ (રહે,રૂચી ટાઉનશીપ ઈચ્છાપોર)ની ધરપકડ કરી છે.