• મુર્તુજાએ તેમના ગાઈડ અને વિદ્યાર્થીની મદદથી કોરોના વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, એલર્જી વગેરેથી શરીરને બચાવવા માટે પ્રોજેક્ટ અંતર્ગત આયુર્વેદિક માસ્ક બનાવ્યું છે.

  • આ કાપડની ખાસિયત એ છે કે તેને પચાસ વખત ઘોયા બાદ પણ તેના ત્રણેય ગુણધર્મમાં જળવાઈ રહેશે


ચેતન પટેલ/સુરત :હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે, ત્યારે કોરોનાથી બચવા માટે માસ્ક જ હાલ કવચ બન્યા છે. ત્યારે સુરત (surat) ના એક યુવકે આયુર્વેદિક માસ્ક બનાવ્યું છે. આ વિદ્યાર્થી અને તેના ગાઈડ દ્વારા તુલસી, લીમડા, અડુસી મજીસ્થામાંથી આયુર્વેદિક માસ્ક (ayurvedic mask) બનાવ્યું છે. આ માસ્કની ખાસિયત એ છે કે તેને 50 વાર ધોઈને પહેરી પણ શકાય છે, છતાં તેની ગુણવત્તા તેટલી જ રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : શાળા ખૂલવા અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હાલ 9 થી 12ની શાળા નહિ ખૂલે   


હાલમાં સમગ્ર વિશ્વ કોરોના વાયરસની મહામારીથી ઝઝૂમી રહ્યું છે. તેનાથી બચવા માટે અવનવા નુસ્ખા અજમાવવામાં આવી રહ્યા છે, ત્યારે સુરતના એક યુવાને કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે આયુર્વેદિક માસ્ક બનાવ્યું છે. સુરતના જાપા બજાર વિસ્તારમાં રહેતા મુર્તુજાએ બરોડાની એમ એસ યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું છે. મુર્તુજાએ તેમના ગાઈડ અને વિદ્યાર્થીની મદદથી કોરોના વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, એલર્જી વગેરેથી શરીરને બચાવવા માટે પ્રોજેક્ટ અંતર્ગત આયુર્વેદિક માસ્ક બનાવ્યું છે. આ માસ્ક તુલસી, અરડુસી અને લીમડામાંથી બનાવાયું છે.


આ પણ વાંચો : ભાજપીય સાંસદના બાહોમા આવી ગઈ અંજના, Romance નો આ વીડિયો થયો જોરદાર વાયરલ 


મુર્તુજા ચન્નીવાલાએ વર્ષ 2014માં તેઓના દ્વારા તુલસીના રસમાંથી કોપર અને સિલ્વરના નેનો-પાર્ટીકલ બનાવી તેનો ઉપયોગ કોટનના કપડામાં કર્યો હતો. જોકે આ કાપડ એન્ટીબેક્ટેરિયલ છે કે નહિ તેની તપાસ કરવાની બાકી હતી. ત્યાર બાદ જે રીતે સમગ્ર દેશ કોરોના વાયરસ સામે ઝઝૂમી રહ્યો હતો, ત્યારે તેની સામે રક્ષણ મેળવવા તુલસીના રસમાંથી તૈયાર થયેલા કોપર અને સિલ્વરના નેનો-પાર્ટીકલયુક્ત 10 મીટર કપડું તૈયાર કર્યું. આ કાપડ કોઇમ્બતુરની ધ સાઉથ ઈન્ડિયા ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશન અને સુરતની લીલાબા લેબમાં મોકલવામાં આવ્યું હતું. 


[[{"fid":"282801","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ayurvedic_mask_surat_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"ayurvedic_mask_surat_zee2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ayurvedic_mask_surat_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"ayurvedic_mask_surat_zee2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"ayurvedic_mask_surat_zee2.jpg","title":"ayurvedic_mask_surat_zee2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


ટેસ્ટ કર્યા બાદ જાણવા મળ્યું કે, આ કાપડની ખાસિયત એ છે કે તેને પચાસ વખત ઘોયા બાદ પણ તેના ત્રણેય ગુણધર્મમાં જળવાઈ રહેશે. સામાન્ય કોટન અને અન્ય ડિઝાઇનર માસ્કની સરખામણીમાં વધારે બ્રિધેબલ છે. લાંબા સમય સુધી પહેરવા છતાં પણ ગૂંગળામણના પ્રોબ્લેમ સર્જાતા નથી. નેચરલ ફાઇબરમાંથી આ વુવન મટીરિયલ તૈયાર કરવામાં આવ્યું છે. 


આ પણ વાંચો : વાત ગળે ન ઉતરે તેમ નથી, પાકિસ્તાની જાસૂસ ઈમરાન દિવસે એક્સપોર્ટનો બિઝનેસ કરતો, અને રાત્રે રીક્ષા ચલાવતો 


વધુમાં મુર્તુજાએ કહ્યું કે, તુલસી, અરુડસી, લીમડો અને મંજિષ્ઠાના મૂળ આ ચારેય બેક્ટેરિયા, ફૂગ અને વાઈરસને ડીકમ્પોઝ કરવાની ક્ષમતા ધરાવે છે. ઘરની આસપાસ સરળતાથી મળી રહેતા હોવાથી કેમિકલ પ્રોસેસની મદદથી એક લિક્વિડ બનાવ્યું હતું. જેમાં કોટનનું કાપડ ડુબાડી ૨૫ થી ૩૦ મીટર કાપડ તૈયાર કર્યું હતું. જેમાંથી ૨૦૦ થી ૩૦૦ જેટલા માસ્ક બનાવ્યા છે. જેને સુરતની હોસ્પિટલ, એમએસયુના સ્ટાફ અને સોસાયટીના લોકોને આપ્યા છે.


આ પણ વાંચો :  વધતા કેસોને જોઈ અમદાવાદ પોલીસ લાઈનમાં સેનેટાઈઝિંગ અને ફોગિંગ કરાયું