ચેતન પટેલ/સુરત :ડિજિટલાઈઝેશનના સમયમાં એમેઝોન (Amazon) અને ફ્લિપકાર્ટ (Flipcart) જેવી ઢગલાબંધ ઓનલાઈન શોપિંગ એપ્લિકેશન માર્કેટમાં અવેલેબલ છે. આ એપના કારણે નાના વેપારીઓને નુકશાન ભોગવવું પડી રહ્યું છે. જેને કારણે સુરત (Surat) ના રિટેલર વેપારીઓ દ્વારા ગાંધી બાગ ચોક બજાર ખાતે ન્યાયની માંગણી સાથે ધરણા (Protest) કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિત્યાનંદની જેમ તેની શિષ્યા નિત્યનંદિતા પણ બની ઢોંગી, અંધ બાળકોને ભ્રમિત કરતો વીડિયો આવ્યો સામે


અગાઉ પણ વેપારીઓ દ્વારા કેન્દ્ર સરકારને રજુઆત કરવામાં આવી હતી કે, એમેઝોન અને ફ્લિપકાર્ટને કારણે મોટેભાગના નાના વેપારીઓને હાલાકી ભોગાવવી પડી રહી છે. કેટલાય વેપારીઓની આવકમાં મોટો ઘટાડો થયો છે, તો કેટલાક બેરોજગાર થયા છે. આ પ્રકારની પરિસ્થિતિ અગાઉ પણ સર્જાઈ ચૂકી છે. પરંતુ આ અંગે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જેથી સુરતના નાના વેપારીઓ દ્વારા ગાંધી બાગ ચોક બજાર ખાતે ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તેમના દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી હતી. જો આ અંગે હવે કોઈ સખત પગલાં લેવામાં નહીં આવે તો તેમણે મોટાપાયે ધરણા પર ઉતરવાની ચીમકી પણ આપી હતી.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube