બાપ-દાદાની જમીન બની કજિયાનું કારણ : સુરેન્દ્રનગરમાં લોહિયાળ અથડામણમાં બે સગા ભાઈઓની હત્યા
Crime News : સુરેન્દ્રનગરના સમઢિયાળામાં જમીન બાબતે બે જૂથ વચ્ચે અથડામણ... ગંભીર રીતે ઈજાગ્રસ્ત 2 લોકોના થયા મોત... મૃતકના પરિવારજનો ન્યાય ન મળે ત્યાં સુધી નહીં સ્વીકારે મૃતદેહ...
Surendra Nagar મયુર સાંધી/સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના સમઢિયાળા ગામે જૂથ અથડામણમાં બે સગાભાઈઓનાં મોત નિપજતા ચકચાર મચી ગઈ છે. જમીન બાબતે મનદુઃખમાં જૂથ અથડામણ થઈ હતી. ચુડા તાલુકામાં સમઢિયાળા ગામે જૂથ અથડામણ થઈ હતી. જેમાં અલગ-અલગ જ્ઞાતિના બે જૂથ વચ્ચે થયેલુ અથડામણ લોહીયાળ અથડામણ સાબિત થયું હતું. એક મહિલા સહિત 5 થી વધુ વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બાજુ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની મૃતકના પરિવારજનોએ ચીમકી આપી છે. આ ઘટના બાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી પણ પહોંચ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગર ચુડા તાલુકાના સમઢિયાળા ગામે અલગ અલગ જ્ઞાતિના બે જૂથો વચ્ચે થઈ હિંસક હથિયારો વડે જૂથ અથડામણ થયુ હતું. આ બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે વ્યકિતના સારવાર દરમિયાન મોત નિપજયા છે. તો એક મહિલા સહિત 5 થી વધુ વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જમીન બાબતના મનદુઃખમાં જૂથ અથડામણ થઈ હતી. જુથ અથડામણમાં બે વ્યકિતના મોતથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
સરકારી ભરતી અંગે હસમુખ પટેલની સ્પષ્ટતા, પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારોને ચેતવ્યા
બે સગા ભાઈઓના મોત
જમીન ખેડવા મુદ્દે બે અલગ અલગ જ્ઞાતિનાં જૂથો સામસામે બાખડી પડ્યાં હતાં. તલવાર, ધારિયા સહિતનાં હથિયારોથી સામસામે હુમલો કરાયો હતો. આ ઘટનામાં 2 આધેડના સારવાર દરમિયાન મેડિકલ કોલેજમાં મોત થયાં છે.
ગુજરાતમાં હિમાચલ જેવું પૂર આવે તેવી ભયાનક આગાહી : ચોમાસાની નવી સિસ્ટમ સક્રિય થઈ
જમીન બની કજિયાનું કારણ
સમઝિયાળમાં 70 વર્ષ જૂનું બાપ-દાદાના જમીનનું ખેતર કજિયાનું કારણ બન્યુ હતું. આ ઘટના વિશે અને સમગ્ર મુદ્દા વિશે મૃતકના પુત્ર જયેશ પરમારે જણાવ્યું કે, સમઢિયાળામાં અમારી 70 વર્ષ જૂની જમીન છે. સામેના જુથે આ જમીન તેઓની છે તેમ કહીને કેસ કર્યો હતો. જોકે, કેસમા જીત અમારી થઈ હતી. છતાં તે લોકો અમારા પર ધાકધમકી કરતા હતા. આજે સવારે મારા પિતા અને મારા કાકા સહિત પરિવારજનો ત્યા ખેતરમાં ગયા હતા. ત્યારે કેસ કરનારા લોકોનું મોટા ગ્રૂપે લાકડી, ધારિયા જેવા હથિયારોથી તેમના પર હુમલો કર્ોય હતો. જેમાં મારા પિતા ને કાકાનુ મોત નિપજ્યુ છે. તેમજ મારા પિતાનો પગ પણ કાપી નાખ્યો હતો.
દ્વારકા મંદિરની નવી પરંપરા : છ્ઠ્ઠી ધજા ચઢાવવામાં તમને રસ હોય તો આ રહી તમામ માહિતી
ચુડા તાલુકાના સમઢીયાળા ડબલ હત્યા મામલે હોસ્પિટલ પહોંચેલા ભાજપના ધારાસભ્યનો પરિવારજનો અને સમાજના લોકોએ વિરોધ કર્યો. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઇ મકવાણા તેમજ પાટડીના ધારાસભ્ય પી.કે.પરમાર, જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત સાથે હોસ્પિટલ પહોંચ્યા, તે દરમિયાન સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો. આરોપીઆેની તાત્કાલિક ધરપકડ કરવા મૃતકોના પરિવારજનોએ માંગ કરી છે. ચુડા પોલીસ મથકના પીએસઆઇ સહીતના જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે પણ પગલા લેવાની માંગ કરી. હોસ્પિટલ પહોંચેલા ભાજપના નેતાઆેનો વિરોધ થતાં મામલો ગરમાયો હતો.
ચુડા તાલુકાના સમઢીયાળા ગામે ડબલ હત્યાનો મામલો મામલે રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ સુરેન્દ્રનગર મુખ્ય સરકારી ગાંધી હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી. બંન્ને મૃતકોના પરિવારજનો અને અનુ. જાતિ સમાજના આગેવાનો સાથે બનાવની ચર્ચા વિચારણા તેમજ સમીક્ષા કરી. બંન્ને મૃતકોની હત્યા બાદ હાલ મૃતદેહો પીએમ અર્થે સુરેન્દ્રનગર મુખ્ય સરકારી ગાંધી હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા છે. આરોપીઓ નહીઁ ઝડપાઈ ત્યાં સુધી લાશને સ્વીકારવાનો પરિવારજનોએ ઇન્કાર કર્યો છે. Dsp હરેશ દૂધાત, dysp એચ.પી.દોશી સહિત ધારાસભ્યો કિરીટસિંહ રાણા, પી.કે.પરમાર, જગદીશ મકવાણા, પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિતનાઓ પણ હોસ્પિટલ ખાતે હાજર છે.
તહેવારોની સીઝન પહેલા તેલના ભાવમાં ભડકો : સિંગતેલ, કપાસિયા તેલના ભાવ ફરી વધ્યા
આ મુદ્દે કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, ગત રાત્રે સુરેન્દ્રનગરમાં કરૂણ ઘટના બની. ચુડા તાલુકાના સમઢિયાળામાં બે ભાઇઓની હત્યા કરાઈ. ગુજરાતમાં સામાજીક સમરસતા ભાજપાના શાસનમાં ડોહળાઇ રહી છએ. વોટબેંકના પોલિટીક્સમાં વાતાવરણ ડોહળાઈ રહ્યું છે. દલિત આગેવાનની પેઢીઓની જમીન હયાત છે. જ્યારે ખેતી કરવા જાય ત્યારે માથાભારે તત્વો હેરાન કરે કોઇનુ ટ્રેક્ચર પણ ભાડે ન કરવા દે. પોલીસ રક્ષણ માંગ્યુ પણ ના મળ્યું. લેખિત અરજી કરી પોલીસ સંરક્ષણ માંગ્યું. મુખ્યમંત્રી ગૃહ મંત્રી સહિતના વડાઓને નકલ મોકલી. ક્યારે પોલીસ મથકે જઇ રજુઆત કરી તેની વિગત અરજીમાં હતી. સરકારે કોઇ સંરક્ષણ ન આપ્યું. ગઇ કાલે પરિવાર ટ્રેક્ટર લઇ ખેતી કરવા ગયા તો ટોળાએ હથીયાર સાથે હુમલો કર્યો.જેમાં બે ભાઇના મોત થયા હતા. ટ્રેક્ટર ડ્રાઇવરને પણ માર માર્યો. આ માટે રાજ્યની સરકાર સીધી જવાબદાર છે. કારણ કે અરજી મુખ્યમંત્રી ગૃહમંત્રી અને સામાજિક ન્યાય અધિકારી મંત્રીને કરી હતી.
જો પોલીસ રક્ષણ આપ્યુ હોત કે ચેપ્ટર કેસ દાખલ કર્યો હોત તો આ સ્થિતિ ન હોત. કોંગ્રેસ આ પિડિત પરિવાર સાથે છે. કોંગ્રેસને નેતાઓને પિડિત પરિવારની પડખે પહોંચ્યા છે. કરૂણ ઘટનાના એવા જિલ્લામાં બની જે જિલ્લો દલિત અત્યાચાર માટે સંવેદનશીલ છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજુઆત છતાં પગલાં ન લેવાતા હોય તો રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શું છે તેનો તાગ લગાવી શકાય છે. જો રાજ્યનુ આઇબી યોગ્ય રીતે કામ કરતુ હોત તો આ ઘટના ન બનત. આઈબી પાસે અત્યારે રાજકીય નેતા રાજકીય પાર્ટી અને ઉદ્યોગ ગૃહોની ગતિવિધી પર નજર રાખવાનું કામ થાય છે.