Surendra Nagar News : સુરેન્દ્રનગરમાં જીવલેણ અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોને કાળ ભરખી ગયો. ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવારના 3 સભ્યો અને અન્ય એકના મોત નિપજ્યા છે. ધ્રાંગધ્રાનો પરિવાર અમદાવાદથી લગ્નમાંથી પરત ફરતો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે મોત, ૧ વ્યક્તિનું ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં જ્ય‍ારે એક વ્યક્તિનું સુરેન્દ્રનગર સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મૃતકોમાં એક જ પરિવારના ૩ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જેમાં બે મહિલાઓ અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ઘરે જઈ રહેલા પરિવારની કારનુ ટાયર ફાટતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પરિવાર અમદાવાદથી ધ્રાંગધ્રામાં ઘર તરફ જઈ રહ્યો હતો. ત્યારે લગ્ન પ્રસંગ પતાવીને જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં એક જ પરિવારના 3 વ્યક્તિઓના મોત થયા છે. જેમાં બે મહિલાઓ અને બે પુરુષોના મોત નિપજ્યા છે. 


અકસ્માતમાં કારનો બુકડો બોલાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પહોંચી હતી, અને ઘાયલોને હોસ્પિટલ સારવારમાં ખસેડાયા હતા. 


આ ડોલરિયા દેશમાં જવા નથી માંગતા ગુજરાતીઓ, નવા વિઝા નિયમો બાદ એડમિશનમાં આવ્યો ઘટાડો


સરકારી નોકરીની વધુ એક જાહેરાત : ગુજરાતમાં આવી નવી તક, આજથી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ