મયુર સંધી/સુરેન્દ્રનગર: સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરેન્દ્રનગરમાં ટીવીમાં બ્લાસ્ટ થતા ઘરમાં આગ લાગી હતી.જે આગમાં માતા અને પુત્રીનું મોત થયું હતું. સુરેન્દ્રનગરમાં બામણબોરના આનંદપુરમાં ટીવીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. ઘટનાની જાણ થતા વિસ્તારના મામલતદાર સહિત સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરેન્દ્રનગરના બામણબોરના આનંદપુરમાં ઘરમાં માતા અને પુત્રી ટેલિવીઝનમાં જોઇ રહ્યા હતા. કોઇ કારણો સર અચાનક ટીવીમાં ઘડાકાભેર બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ ઘરમાં આગ લાગી ગઇ હતી. ટીવીમાં લાગેલો બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે, ઘરના નળીયા પણ ઉડાવી દીધા હતા. આ બ્લાસ્ટમાં માત અને પુત્રીનું ઘટના સ્થળે જ મોત થયું હતું 


અરવલ્લીની પ્રાથમિક શાળામાં શિક્ષિકાની પહેલ, અનોખી રીતે બાળકોનું કરે છે વેલકમ



ટીવીમાં થયેલા બ્લાસ્ટમાં ઘરમાં ટીવી જોઇ રહેલા માતા અને પુત્રીનું મોત થતા વિસ્તારમાં ચકચાર મચી છે. બ્લાસ્ટ થતા આજુબાજુના વિસ્તારના લોકોમાં બ્લાસ્ટના કારણે ભયનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનાને કારણે મામલતદાર અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોચીને વધુ તપાસ હાથ ધરી છે.