સુરેન્દ્રનગર : ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોની સ્થિતી ખુબ જ કફોડી થઇ છે. સતત વરસાદના કારણે મોટાભાગનો પાક નિષ્ફળ ગયો છે. જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ઉભા પાકમાં મોટા પાયે પાણી ફરી વળતા પાક નિષ્ફળ ગયો છે. જો કે બે વર્ષથી કુદરતથી થપાટો સહી રહેલા ખેડૂતે આખરે જીવન ટુંકાવવાનો એક જ રસ્તો રહે છે. રાજ્યમાં આજે વધારે એક ખેડૂત પાયમાલીના ખપ્પરમાં હોમાઇ ગયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઇકોર્ટની ટકોર બાદ સરકાર અને શાળા સંચાલકો બંન્ને સફાળા જાગ્યા, ફી ઘટાડવા અંગેની તૈયારી

સાયલા તાલુકાના ઢેઢુકી ગામના ખેડૂત યુવાન પ્રતાપભાઇ માત્રાભાઇ વેગડ (ઉ.વ 35) ઝેરી દવા ગટગટાવી જીવનનો ટુંકાવ્યું હતું. આ અંગે પરિવારને જાણ થતા તેમને પાળીયાદ હોસ્પિટલ અને ત્યાર બાદ બોટાદ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જેથી પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હતું. 


જામનગર: આયુર્વેદ યુનિવર્સિટીમાંથી કુદીને વિદ્યાર્થીનો અગમ્ય કારણોસર આપઘાત

પ્રતાપભાઇ અતિવૃષ્ટીના કારણે નિષ્ફળ ગયેલા પાકથી ખુબ જ વ્યથીત હતા. એક તરફ કોરોનાની મહામારી અને લોકડાઉન અને ત્યાર બાદ થયેલી અતિવૃષ્ટીના કારણે ખેડૂતોની કમર ભાંગી ગઇ છે. સરકાર દ્વારા પણ સહાયનાં નામે છેતરપિંડી કરવામાં આવતી હોવાના આરોપો લાગતા રહે છે. ત્યારે વધારે એક ખેડૂતે પોતાનું જીવન ટુંકાવ્યું છે. જૂનાગઢમાં પણ ગત્ત સપ્તાહે પાક નિષ્ફળ જતા એક ખેડૂત દ્વારા આત્મદાહ કરીને આત્મહત્યા કરી લેવામાં આવી હતી.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube