સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં ભયાનક આગ, મુદ્દામાલની બાઇક બળીને ખાખ
જિલ્લાના ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં આગ લાગવાની ઘટના બની છે. આગ લાગવાની ઘટનાને પગલે પોલીસ સ્ટેશનમાં અફડતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ આગ એટલી ભયાનક હતી કે કમ્પાઉન્ડમાં પડેલી 30થી વધારે બાઇકનો ધુમાડો થઇ ગયો હતો. પોલીસ દ્વારા અલગ અલગ ગુનાઓમાં જપ્ત કરાયેલા 30 કરતા પણ વધારે આગમાં સ્વાહા થઇ ગયા હતા. ઘટનાને પગલે ધ્રાંગધ્રા પાલિકાના ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગ પર કાબુ મેળવી લેવાયો છે.
સુરેન્દ્રનગર : જિલ્લાના ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં આગ લાગવાની ઘટના બની છે. આગ લાગવાની ઘટનાને પગલે પોલીસ સ્ટેશનમાં અફડતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ આગ એટલી ભયાનક હતી કે કમ્પાઉન્ડમાં પડેલી 30થી વધારે બાઇકનો ધુમાડો થઇ ગયો હતો. પોલીસ દ્વારા અલગ અલગ ગુનાઓમાં જપ્ત કરાયેલા 30 કરતા પણ વધારે આગમાં સ્વાહા થઇ ગયા હતા. ઘટનાને પગલે ધ્રાંગધ્રા પાલિકાના ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગ પર કાબુ મેળવી લેવાયો છે.
પાણીદાર ભાવનગરને વધારે પાણીદાર બનાવવા માટે કોર્પોરેશન દ્વારા વધારે એક પ્રોજેક્ટ મુકવામાં આવ્યો
આગ લાગવાનું કારણ હજી સુધી જો કે જાણી શકાયું નથી. જો કે આગની ઘટનામાં કોઇ વ્યક્તિને ઇજા પહોંચી નથી. હાલ તો ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો છે. પોલીસ સ્ટાફ સહિતના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે આગમાં પોલીસ સ્ટેશનમાં રહેલા મુદ્દામાલનું ખુબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગ પર કાબુ મેળવી લેવાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube