સંજય ટાંક/અમદાવાદ : એશિયાની નંબર વન ગણાતી સિવિલ હોસ્પિટલમાં પિડિયાટ્રીક સર્જરી વિભાગમાં તબીબોએ પહેલીવાર વિદેશથી આવેલી બાળકીની સફળ સર્જરી કરી છે. હોસ્પિટલના તબીબોએ બાળકી સફળ ઓપરેશન કરી તેને નવું જીવન આપતા બાળકીના પરિવારમાં ખુશી છવાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાંગ્લાદેશમાં બ્લેડર એસ્ટ્રોફીની તકલીફથી પીડાતી ત્રણ વર્ષની બાળકીને અમદાવાદના સિવિલના પિડીયાટ્રીક સર્જરી વિભાગના તબીબોએ ઉગારી લીધી છે. આ બાળકી પર બાંગ્લાદેશમાં ઓપરેશન કરાયું હતું પરંતુ તે ઓપરેશન ફેઈલ જતાં તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. અહીં બાળકીની ફરીવાર સર્જરી કરી સિવિલના તબીબોએ તેને નવું જીવન આપ્યું છે. જેને લઈને બાળકીના પરિવારમાં ખુશી છવાઈ છે. 


આ બાળકીનો પરિવાર બાંગ્લાદેશમાં ઢાંકામાં રહે છે. બ્લેડર એસ્ટ્રોફીને કારણે બાળકીના જન્મથી જ એની પેશાબની કોથળી બહાર હતી. આ મામલે બાળકીના પરિવારે બાંગ્લાદેશમાં તેનું ઓપરેશન કરાવ્યું હતું. જોકે, ઓપરેશન ફેઈલ જતાં તેને અમદાવાદ સિવિલમાં લાવવામાં આવી હતી અને અહીં બાળકીની ફરીવાર સર્જરી કરવામાં આવી. આવા કિસ્સામાં ફરીવાર સર્જરી કરવી તે ખુબ જ ક્રિટિકલ હોવાનું પણ તબીબો જણાવી રહ્યાં છે. 


સામાન્ય રીતે દર 70થી 80 હજારે દર્દીઓમાં આવો કેસ જોવા મળતો હોય છે. તેવામાં  હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિદેશી બાળકીની સર્જરી કરી તેને નવું જીવન આપ્યું છે. સફળ સર્જરી થતાં પરિવાર ખુબ ખુશ છે અને પરિવારજનો હોસ્પિટલના તબીબોનો આભાર માની રહ્યાં છે. 


ગુજરાતના સમાચાર જાણવા કરો ક્લિક...