200 કિલોથી વધુ ગાંજો અને ડ્રગ્સ અમદાવાદમાં ફરતું થાય તે પહેલા પકડી લેવાયું, ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા
Ahmedabad Drugs : અમદાવાદમાં નશાના કારોબારનો પર્દાફાશ.. 200 કિલો ગાંજા અને ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ લોકોની ધરપકડ... ઓડિશાના ત્રણેય આરોપી વટવા GIDC ઉતારવાના હતા ડ્રગ્સનો જથ્થો...
Ahmedabad News : ગુજરાતમાં ફરી ડ્રગ્સ પર સર્જિકલ સ્ટ્રાઈક થઈ છે. ગુજરાતમાં ડ્રગ્સના આકાઓને મોટો ઝટકો મળ્યો છે. ડ્રગ્સ માફિયાઓના મનસુબા પર પાણી ફરી વળ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા છે. અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે 200 કિલોથી વધુ ગાંજો-ડ્રગ્સ ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ડ્રગ્સ ભરેલી ટ્રક ઝડપી છે. અંદાજિત 200 કિલોથી વધુ ગાંજો અને ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. આરોપીઓ ઓરિસ્સાથી ટ્રકમાં આ જથ્થો અમદાવાદ લઈને આવ્યા હતા. ઓરિસ્સાના ત્રણ શખસની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ગાંજાની અમદાવાદની વટવા GIDCમા ડિલિવરી કરવાના હતા. તેમજ અન્ય રાજ્યોમાં ડિલિવરી કરીને આવ્યા હોવાની પણ શંકા છે. ક્રાઈમ બ્રાન્ચ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
ડ્રગ્સ પર સ્ટ્રાઈક
- રાજ્યમાં 4 વર્ષમાં 9,679 કરોડનું 87,650 કિલો ડ્રગ્સ પકડાયું
- રાજ્યમાં 4 વર્ષમાં ડ્રગ્સની હેરાફેરીમાં 2607 લોકો ઝડપાયા
- દરિયાકાંઠાના વિસ્તારોમાં સૌથી વધુ ડ્રગ્સ પકડાયું
- અત્યાર સુધી 50થી પણ વધુ વિદેશી નાગરિકોની ધરપકડ કરાઈ
- પાકિસ્તાન, ઈરાન, અફગાનિસ્તાનના નાગરિકોની ધરપકડ
- મોટા ભાગે પાકિસ્તાન તરફથી ડ્રગ્સ મોકલવામાં આવે છે
- ગુજરાત, પંજાબ અને દિલ્લીમાં ડ્રગ્સ પહોંચાડવા લક્ષ્યાંક અપાય છે
- ATS અને કોસ્ટ ગાર્ડે ડ્રગ્સ પકડવાની પદ્ધતિ બદલી કાઢી છે
- બાતમીદારો અને રેડિયો ફ્રિક્વન્સી પર ગુજરાત પોલીસની નજર
- ગુજરાતના દરિયાકાંઠે તમામ બોટ પર નજર રાખવામાં આવી રહી છે
સપ્ટેમ્બરના 7 દિવસ માટે તોફાની આગાહી, કોઈ જિલ્લો કોરો નહિ રહે, હવામાન વિભાગે કોને આપ્યું એલર્ટ જાણો