સપ્ટેમ્બરના 7 દિવસ માટે તોફાની આગાહી, કોઈ જિલ્લો કોરો નહિ રહે, હવામાન વિભાગે કોને આપ્યું એલર્ટ જાણો

Gujarat Weather Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ માટે હવામાન વિભાગની નવી આગાહી આવી ગઈ છે. આગામી 7 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. આજે અને આવતીકાલે રાજ્યના ઉત્તર અને પૂર્વી જિલ્લાઓમાં છુટાછવાયા ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે અનેક જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ આપ્યું છે.  
 

6 સપ્ટેમ્બરની આગાહી

1/4
image

આજે 6 સપ્ટેમ્બરે દાહોદ અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ, છુટોછવાયો ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે. આજે સાબરકાંઠા , અરવલ્લી, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ , નર્મદા , વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે.

7 સપ્ટેમ્બરની આગાહી

2/4
image

આવતીકાલે 7 સપ્ટેમ્બરે અરવલ્લી અને મહીસાગરમાં છુટોછવાયો ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. આવતીકાલે સાબરકાંઠા, ગાંધીનગર, પંચમહાલ, ખેડા, છોટાઉદેપુર, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે.   

8 સપ્ટેમ્બરની આગાહી

3/4
image

પરમ દિવસે 8 સપ્ટેમ્બરે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે.  

એકસાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈ

4/4
image

ઉત્તરપૂર્વી રાજસ્થાનમાં ઉદભવેલા સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટર્ફ તેમજ બંગાળની ખાડીમાં હવાના હળવા દબાણને કારણે વરસાદ આવી રહ્યો છે. અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે. અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 52 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જેમાં ગુજરાત રીજીયનમાં 29 ટકા અને સૌરાષ્ટ્ર રીજીયનમાં 84 ટકા વધુ વરસાદ થયો છે.