ગુજરાતમાં વધુ એક બાળકનો વાયરસે ભોગ લીધો, આ જિલ્લામાં પહેલા બાળદર્દીનું મોત
જામનગરની સરકારી જી જી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ માટે અલગથી શરૂ કરાયેલા વોર્ડમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વધુ બે બાળ દર્દીઓને શંકાસ્પદ ગણીને દાખલ કરવામાં આવ્યા હતા.
મુસ્તાક દલ/જામનગર: જામનગર સહિત હાલાર પંથકમાં ચાંદીપુરા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક બાળ દર્દીનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત નીપજ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. જ્યારે જીજી હોસ્પિટલના તંત્ર દ્વારા આ મામલે હોસ્પિટલમાં દાખલ તમામ બાળ દર્દીઓની અલાયદા સારવાર હાથ ધરવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા: દ્વારકામા આભ ફાટ્યું! 14 ઇંચ વરસાદમાં ગામેગામ જળબંબાકાર
જામનગરની સરકારી જી જી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ માટે અલગથી શરૂ કરાયેલા વોર્ડમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વધુ બે બાળ દર્દીઓને શંકાસ્પદ ગણીને દાખલ કરવામાં આવ્યા હતા. જે પૈકી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના વતની એવા એક બાળ દર્દીનું મૃત્યુ નીપજતા હોસ્પિટલના તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી છે.
ગુજરાતમાં એક સાથે 4-4 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી, જાણો ક્યા ભૂક્કા બોલાવશે
હાલ જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં હાલ પાંચ જેટલા ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ બાળ સારવાર લઇ રહ્યા છે, જેમાંથી ત્રણની હાલત હજુ ગંભીર છે જ્યારે આ તમામને જીજી હોસ્પિટલ ખાતે ખાસ વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે.
ચાંદીપુરા શું ગુજરાતમાં કોરોના જેવા દહા'ડા દેખાડશે? રાજકોટમાં 5ના મોત, 5 શંકાસ્પદ