ગુજરાતમાં એક સાથે 4-4 સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યા ભૂક્કા બોલાવશે?

Gujarat Weather Forecast: ગુજરાતના માથે એકસાથે 4 સિસ્ટમ મંડરાઈ છે. આ સિસ્ટમ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો ખતરો લઈને આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પુનર્વસુ નક્ષત્રને કારણે જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર જળ પ્રલય જેવો વરસાદ પડી શકે છે. વીજળીના કડાકા ભડાકાને કારણે ખાસ કરીને પશુઓને મોટી માત્રામાં નુકસાની થશે.

1/10
image

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી છે. પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, જામનગરમાં રેડ અલર્ટ છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ છે. બોટાદ, અમરેલી, ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં 3 ડેમ છલકાતાં હાઈ એલર્ટ પર મૂકાયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 91થી વધારે તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પોરબંદરમાં 7 ઈંચ વરસ્યો છે. તો જામનગરના ધ્રોલમાં વીજળી પડતાં 2 લોકોનાં મોત થયા છે. 

2/10
image

23 થી 30 જુલાઈની વચ્ચે પણ રાજ્યમાં ભારેથી અતિભારે અવિરત વરસાદ પડી શકે છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદ પડશે. દેશના ઉત્તરીય અને પૂર્વીય ભાગોમાં પણ ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરી છે. અત્યાર સુધીમાં સક્રિય થયેલ સિસ્ટમો જમીન પરથી સક્રિય થઈ છે. અંબાલાલ પટેલે બંગાળની ખાડીમાં ચોમાસાની પ્રથમ ડીપ ડિપ્રેશન સિસ્ટમને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે. 

3/10
image

આ સિસ્ટમ 18 તારીખે સક્રિય થશે અને 18 થી 22 તારીખની વચ્ચે ગુજરાતમાં સૌથી મોટો વરસાદનો ભારે રાઉન્ડ લઈને આવી શકે છે. આ દિવસો દરમિયાન પુનર્વસું નક્ષત્રમાંથી સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ થશે. નક્ષત્ર બદલતાની સાથે જ ગુજરાતમાં જળ પ્રલય થઈ શકે છે.

20 જુલાઈ સુધીની આગાહી

4/10
image

ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની અંબાલાલ પટેલની આગાહી છે. 20 જુલાઈ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા રહેશે. જોકે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેવાની શક્યતા છે. 20 તારીખ સુધી અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદી ઝાપટાં પડશે. 18થી 20 તારીખ સુધીમાં એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે. જેનાથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય-પૂર્વ ગુજરાતના ભાગોમા વરસાદની શક્યતા છે. બનાસકાંઠા-કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. 26 જુલાઈએ સુધી ભારે વરસાદ રહેવાની શક્યતા છે.

આજે અનેક જિલ્લાઓ રેડ એલર્ટ પર

5/10
image

રાજ્યમાં વરસાદને લઇ કેટલાક જિલ્લાઓમાં આજે રેડ અલર્ટ અપાયું છે. આજે વલસાડ, પોરબંદર અને દ્વારકામાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટની આગાહી છે. તો સુરત, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટની આગાહી છે. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને, દીવમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટની આગાહી છે. 

6/10
image

વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ અને, તાપીમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ જાહેર કરાયું છે. કચ્છ, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ જાહેર કરાયું છે. તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને ખેડામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અમરેલી અને મોરબીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

મજબૂત વરસાદી સિસ્ટમ લાવશે વરસાદ

7/10
image

અંબાલાલ પટેલે વધુમાં કહ્યુ કે, રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને 20 તારીખ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડશે. બંગાળના ઉપસાગરમાં 18 થી 20 ઓગસ્ટમાં એક મજબૂત સિસ્ટમ બનશે. ઓરિસ્સા, છત્તીસગઢ, બિહારના ભાગો પશ્ચિમ બંગાળ કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. મજબૂત સિસ્ટમના લીધે તેનો ઘેરાવો મોટો હશે જેના લીધે પુર્વ મધ્યપ્રદેશના ભાગોમાં ઉતર પશ્ચિમ મધ્યપ્રદેશના ભાગો ગુજરાતના ભાગોમાં વરસાદી ની સ્થિતિ રહેશે.

જુલાઈના અંતમાં આવશે વરસાદ

8/10
image

પશ્ચિમ ભાગોમાં એક ટફ રેખા છે. આવહા ડાંગ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં મધ્ય ગુજરાતના  ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં પંચમહાલના ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં ઉત્તર ગુજરાતના મહેસાણા સહિત આસપાસના વિસ્તારમાં અને બનાસકાંઠાના ભાગોમાં અને કચ્છના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. 26 જુલાઈ સુધી રેહેવાની શક્યતા. જુલાઈના અંત સુધીમાં એક ભારે વહન આવી રહ્યું છે.

ત્રણ ડેમ છલકાયા

9/10
image

અહેવાલ મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદના પરિણામે ત્રણ જળાશયો સંપૂર્ણ છલકાયા છે. જેમાં જામનગર જિલ્લાનો વાગડીયા અને સસોઈ-૨ ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ ૧૦૦ ટકા ભરાતા હાઈ એલર્ટ અપાયું છે. આ સિવાય રાજ્યના આઠ ડેમ ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતા એલર્ટ પર છે. 

10/10
image

જૂનાગઢના ઓઝત-૨ અને બાંટવા-ખારો ડેમ, મોરબીના ગોડાધ્રોઈ, રાજકોટના ભાદર-૨ તથા ભરૂચના ધોલી અને બલદેવા, જામનગરના ફુલઝર-૧ તથા પોરબંદરના સારણ ડેમને એલર્ટ અપાયું છે. રાજ્યના કુલ સાત જળાશયો ૭૦ ટકાથી ૮૦ ટકા વચ્ચે ભરાતા વોર્નીંગ આપવામાં આવી છે, જેમાં જામનગર જિલ્લાના ફુલઝર(કે.બી.), ઉંડ-૩ અને રૂપારેલ, રાજકોટના આજી-૨ અને ન્યારી-૨ તથા સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમનો સમાવેશ થાય છે.

gujarat weather forecastGujarat Weatherweather updatesઅંબાલાલની આગાહીગુજરાતનું હવામાનrain todayahmedabad weatherpredictionGujarat Monsoon ForecastAmbalal Patel forecastગુજરાતgujaratmetrology departmentગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહીRainfall NewsWeather expertઅંબાલાલ પટેલની આગાહીઅંબાલાલ પટેલગુજરાતમાં વરસાદની આગાહીGujarat Rain forecastMonsoon 2024monsoon alertIMDIndia Meteorological Departmentવરસાદની આગાહીહવામાન વિભાગની આગાહીrain forecast in gujaratGujarat Monsoon 2024Gujarat Rain forecastગુજરાતમાં વરસાદ ક્યારેAmbalal Patelઆંધી તોફાન સાથે વરસાદની આગાહીMonsoon Updateવીજળીના કડાકા સાથે વરસાદગાજવીજ સાથે વરસાદthunderstrome forecastParesh Goswami forecastપરેશ ગોસ્વામીની આગાહીવીજળી પડીપાણી ભરાયાઆગામી 24 કલાક ભારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીમેઘો મુશળધારભારે વરસાદની આગાહીવરસાદી માહોલસર્ક્યુલર સાયકલોનિક સિસ્ટમFlood Alert