તેજસ મોદી/ સુરત: સુરતના સચિન વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જીઆઇડીસીના એક કારખાના પાછળ એક ઘરમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. જ્યાં મહિલાના મૃતદેહ પાસે એક માસનું માસૂમ બાળક રડતું મળી આવ્યું હતું. ત્યારે મહિલાનું મોત કયા કારણોસર થયું તે જાણવા પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના સચિન વિસ્તારમાં આવેલી જીઆઇડીસીમાં એક કારખાના પાછળ આવેલા એક ઘરમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાના મૃતદેહ પાસે તેનું એક માસનું બાળક રડી રહ્યું હતું. માતાની હૂંફ માટે બાળક તેની માતાના વાળ પકડીને રહી રહ્યું હતું. જો કે, સ્થળ પર હાજર લોકો બાળકને તેની માતાના મૃતદેહ પાસેથી અલગ કરવા ગયા પરંતુ બાળક તેની માતાના વાળ છોડતું જ નહોતું અને મજુબત રીતે વાળ પકડતા આખરે માતાના વાળ કાપી બાળકને અલગ કરવામાં આવ્યું હતું અને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. ત્યારે આ કરૂણ ઘટનાને નજર સમક્ષ જોઈ સ્થળ પર હાજર તમામ લોકો ભાવુક થઈ ગયા હતા. જો કે, બાદમાં પોલીસ દ્વારા મહિલાના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.


અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના આ નિર્ણયે વાલીઓની કરી ઉંઘ હરામ


જો કે, પોલીસની પ્રાથમિક તપાસમાં જણાવ્યા મળ્યું કે, મૃતક મહિલાનું નામ મુસ્કાન રવીન્દ્ર રામસુખ પ્રજાપતિ છે. મહિલાનો પતિ લાકડાની ફેક્ટરીમાં મજૂરી કામ કરે છે અને પરિવાર સાથે ત્યાં જ રહે છે. મહિલા છેલ્લા એક અઠવાડિયાથી બીમાર હતી અને તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ત્યારે કયા કારણોસર મહિલાનું મોત થયું તે અંગેની માહિતી મળ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


પત્નીએ પોતાની ઇચ્છા વ્યક્ત કરી તો પતિએ ના પાડી, બંને વચ્ચે થયો ઝગડો અને પછી...


જો કે, પતિ રેલવે સ્ટેશન ટિકિટ લેવા ગયો અને પરત આવ્યો ન હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મહિલાને એક માસનું બાળક છે, જે તેના મૃતદેહ પાસે મળી આવ્યું હતું. બાળકને 108 ની મદદથી સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા પતિની શોધખોળ કરવામાં આવી રહી છે. પરિવાર યુપી- બનારસનો હોવાનું જાણવા મળ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube