મોંધવારી વચ્ચે વધુ એક આર્થિક બોજ, અમદાવાદમાં સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ભાડામાં મોટો વધારો

અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાન અને સ્કૂલ રીક્ષા ભાડા વધારવામાં આવ્યો છે. સ્કૂલ વાનના ભાડામાં 200 રૂપિયા અને સ્કૂલ રીક્ષાના ભાડામાં 100 રૂપિયાનો વધારવાનો નિર્ણય કર્યો છે

મોંધવારી વચ્ચે વધુ એક આર્થિક બોજ, અમદાવાદમાં સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ભાડામાં મોટો વધારો

અતુલ તિવારી/ અમદાવાદ: અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાન અને સ્કૂલ રીક્ષા ભાડા વધારવામાં આવ્યો છે. સ્કૂલ વાનના ભાડામાં 200 રૂપિયા અને સ્કૂલ રીક્ષાના ભાડામાં 100 રૂપિયાનો વધારવાનો નિર્ણય કર્યો છે. જો કે, CNG, પેટ્રોલ, વાહનના વીમા તેમજ વાહનના સ્પેરપાર્ટ્સ મોંઘા થતા ભાડું વધારવામાં આવ્યું છે.

અમદાવાદ સ્કુલ વર્ધી એસોસિએશ દ્વારા નવા શૈક્ષણિક સત્રથી સ્કુલ વાન અને સ્કુલ રિક્ષાના ભાડામાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે નવા ભાડા બાદ સ્કૂલ રીક્ષાનું મિનિમમ ભાડું 550 ના બદલે 650 રૂપિયા કરવામાં આવ્યું છે. જ્યારે સ્કૂલ વાનનું મિનિમમ ભાડું 850 ને બદલે 1000 રૂપિયા લેવાનું નક્કી કરાયું છું. જો કે, સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા 3 વર્ષ બાદ સ્કૂલ વાન અને સ્કૂલ રીક્ષા ભાડું વધારવાનો નિર્ણય લેવાયો છે.

ઉલ્લેખનીય છે કે, ફિક્સ કરાયેલું ભાડું 1 કિલોમીટરનું રહેશે. ત્યારબાદ પ્રતિ કિલોમીટરે રિક્ષા ભાડામાં 100 રૂપિયા અને વાનના ભાડામાં 200 રૂપિયાનો વધારો થશે. પેટ્રોલના ભાવ વધારા બાદ CNG તેમજ વાહનના વીમા આ ઉપરાંત વાહનના સ્પેરપાર્ટ્સ મોંઘા થતા એસોસિએશન દ્વારા ભાડું વધારવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news