પ્રશાંત ઢીવરે/સુરત: સુરતના લિંબાયત વિસ્તારમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખી મિત્રએ જ મિત્રની હત્યા કરી છે. નાસ્તાની લારી પાસે જ યુવકને માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. ઘટનાને લઈ લીંબાયત પોલીસે સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં મોટી દુર્ઘટના! બાંધકામ સાઇટ પર ભેખડ ધસી પડી, એક બાળકીનું મોત, બે દટાયા


સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ ક્રાંતિ નગરમાં સરાજાહેર મિત્રએ જ મિત્રની હત્યા કરી છે. રહીમ શેખ પોલીસને બાતમી આપો હોવાની શંકા રાખી મિત્ર મહેબૂબએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા છે. ગતરોજ રાત્રી 10 વાગ્યા અરસામાં રહીમ શેખ પોલીસને બાતમી આપતો હોવાની વાતને લઈ આરોપી મહેમુદ જોડે બોલાચાલી થઈ હતી. ત્યારે બાદ મોડી રાત્રે SK ઉર્ફે મહેમુદએ રહીમ શેખ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલોમાં રહીમ શેખ ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. ઘટનાને લઈ લીંબાયત પોલીસ સ્થળે દોડી આવી હતી. 


Free LPG Cylinder: હવેથી તમને વર્ષમાં બે વાર મળશે મફત ગેસ સિલિન્ડર; દિવાળીથી શરૂ થશે


પોલીસ તાપસમાં સામે આવ્યું છે કે આરોપી મહેબૂબને શંકા હતી કે મરનજનાર રહીમ શેખ તેના અંગે પોલીસને બાતમી આપતો હતો. જેથી તેની અદાવત રાખી પહેલબતો બંને વચ્ચે રાત્રી 10 વાગ્યાના અરસામાં આ બાબતે ઝગડો થયો હતો. ઝગડા બાદ મોટી રાત્રે ક્રાંતિ નગરમાં જ નાસ્તાની લારી પાસે આરોપી મહેબૂબએ રહીમ સહિત તેના મિત્ર પર તિક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. 


નવરાત્રિ માટે અમદાવાદ ટ્રાફિક પોલીસનો માસ્ટરપ્લાન : 2100 જવાનો નવ દિવસ ડ્યુટી પર રહે


હુમલોમાં રહીમને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. સોહેબ નામના યુવકને પણ ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. મૃત્યું પામનાર રહીમ શેખ ક્રાંતિનગરમાં પરિવાર સાથે રહેતો હતો. કાપડ માર્કેટમાં ટેમ્પો ડાઇવર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.


લોકસભા પહેલા કોંગ્રેસનો મોટો દાવ : નેતાઓને બેઠકોની જવાબદારી સોંપી, મેવાણીને 3 જિલ્લા


ગત રોજ અંગત અદાવતમાં રહીમના જ મિત્રએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી નાખતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. હાલ તો પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી સીસીટીવી કેમેરાના આધારે આરોપીને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.


કાલે ઓપન થશે ગુજરાતી કંપની IRM Energy નો આઈપીઓ, જાણો પ્રાઇઝ બેન્ડ અને GMP