કાલે ઓપન થશે ગુજરાતી કંપની IRM Energy નો આઈપીઓ, જાણો પ્રાઇઝ બેન્ડ અને GMP સહિત અન્ય વિગત

સિટી ગેસ ડિસ્ટ્રીબ્યૂશન કંપની આઈઆરએમ એનર્જીનો 545.4 કરોડ રૂપિયાનો આઈપીઓ બુધવારે ખુલી રહ્યો છે. તેમાં 35 ટકા ભાગ રિટેલ ઈન્વેસ્ટરો માટે રિઝર્વ છે. જાણો શું ચાલી રહ્યો છે તેનો જીએમપી. 

કાલે ઓપન થશે ગુજરાતી કંપની IRM Energy નો આઈપીઓ, જાણો પ્રાઇઝ બેન્ડ અને GMP સહિત અન્ય વિગત

નવી દિલ્હીઃ પ્રાઇમરી માર્કેટમાં રોકાણ કરનાર માટે કાલ એટલે કે 18 ઓક્ટોબરે કમાણીની વધુ એક તક આવી રહી છે. ગુજરાતની સિટી ગેસ ડિસ્ટ્રીબ્યૂશન કંપની આઈઆરએમ એનર્જીનો 545.4 કરોડ રૂપિયાનો આઈપીઓ બુધવારે સબ્સક્રિપ્શન માટે ખુલશે અને તેના પર 20 ઓક્ટોબર સુધી બોલી લગાવી શકાય છે. તે માટે કંપનીએ પ્રાઇઝ બેન્ડ 480-505 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. આ સંપૂર્ણ રીતે ફ્રેશ ઈશ્યૂ છે અને તેમાં ઓફર ફોર સેલ કમ્પોનેન્ટ નથી. કંપની 1.08 કરોડ શેર જારી કરશે. કંપનીનું કહેવું છે કે તે 307.26 કરોડ રૂપિયાનો ઉપયોગ તમિલનાડુના નમક્કલ અને તિરૂચિરાપલ્લીમાં ગેસ ડિસ્ટ્રીબ્યૂશન નેટવર્કના વિકાસ પર ખર્ચ કરશે. સાથે 135 રૂપિયાનું દેવું ચુકવાશે અને બાકીના ફંડનો ઉપયોગ જનરલ કોર્પોરેટ ઉપયોગ માટે કરવામાં આવશે. 

રોકાણકારો મિનિમમ 29 ઇક્વિટી શેર માટે બોલી લગાવી શકે છે. એટલે કે તેણે ઓછામાં ઓછા 13,920 રૂપિયાનું રોકાણ કરવું પડશે. પ્રાઇઝ બેન્ડના ઉપરી બેન્ડ પર આ રકમ 14645 રૂપિયા હશે. આ ઈશ્યૂમાં 50 ટકા ભાગી ક્વોલિફાઇડ ઈન્સીટ્યૂશનલ બાયર્સ માટે રિઝર્વ છે. કર્મચારીઓને પ્રતિ શેર 48 રૂપિયાની છૂટ મળશે. આઈઆરએમ એનર્જી ગુજરાતના બનાસકાંઠા, પંજાબના ફતેહગઢ સાહિબ, દીપ અને ગિર સોમનાથ અને તમિલનાડુના નમક્કલ અને તિરૂચિરાપલ્લીમાં ગેસ ડિસ્ટ્રીબ્યૂશનનું કામ કરે છે. કંપની મોટર વ્હીકલ માટે સીએનજી અને કોમર્શિયલ એન્ડ ઈન્ડસ્ટ્રિયલ યૂઝ માટે પીએનજી ડિસ્ટ્રીબ્યૂટ કરે છે. 

કેટલો ચાલી રહ્યો છે જીએમપી
નાણાકીય વર્ષ 2023માં કંપનીનો નેટ પ્રોફિટ 50 ટકાના ઘટાડા સાથે 63.15 કરોડ રૂપિયા હતો, જે નાણાકીય વર્ષ 2022માં 128 કરોડ રૂપિયા રહ્યો હતો. પરંતુ કંપનીનું રેવેન્યૂ 90 ટકા વધી 1039 કરોડ રૂપિયા પહોંચી ગયું, જે એક વર્ષ પહેલા 546.1 કરોડ રૂપિયા હતું. આઈઆરએમ એનર્જીનો મુખ્ય મુકાબલો ગુજરાત ગેસ, ઈન્દ્રપ્રસ્થ ગેસ, મહાનગર ગેસ અને અદાણી ટોટલ ગેસ સામે છે. કંપનીના પ્રમોટર રાજી ઇંદ્રવદન મોદી, કેડિલા ફાર્માસ્યૂટિકલ્સ અને આઈઆરએમ ટ્રસ્ટ છે. મેનેજમેન્ટની પાસે કંપનીમાં 28.65 ટકા અને Shizuoka Gas Company ની પાસે 2.94 ટકા ભાગીદારી છે. 

શેરના એલોટમેન્ટનો નિર્ણય 27 ઓક્ટોબરે થઈ શકે છે, જ્યારે 30 ઓક્ટોબરે ઈન્વેસ્ટરોના ખાતામાં શેર આવી શકે છે. તેનું લિસ્ટિંગ 31 ઓક્ટોબરે થઈ શકે છે. આઈઆરએમ એનર્જીનો અનલિસ્ટેડ શેર ગ્રે માર્કેટમાં 70 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. એટલે કે શેર 70 રૂપિયાના પ્રીમિયમ પર લિસ્ટ થઈ શકે છે. પ્રાઇઝ બેન્ડની ઉપરી લિમિટ પર આ શેર 575 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે, જે તેની આઈપીઓ પ્રાઇઝથી 13.86 ટકા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news