બુરહાન પઠાણ/આણંદ: આણંદના વઘાસી ગામનાં તળાવમાં સેંકડો માછલીઓનાં શંકાસ્પદ મોત થતા દુર્ગંધથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વઘાસી ગામના તળાવમાં અસંખ્ય માછલીઓના શંકાસ્પદ મોત નિપજતા તળાવનાં કિનારે અસંખ્ય મરેલી માછલીઓનાં ઢગ લાગી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આખું ગુજરાત રેલમછેલ થશે! ફરી ભયંકર વરસાદી સિસ્ટમ સક્રિય, જાણો અંબાલાલની મારફાડ આગાહી


મરેલી માછલીઓની દુર્ગંધથી નજીકમાં રહેતા લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. સ્થાનિક રહીશો દ્વારા આ અંગે ગ્રામ પંચાયતને જાણ કરવા છતાં તળાવના કિનારેથી દુર્ગંધ મારતી માછલીઓ દૂર કરવામાં નહીં આવતા હવે ધીમે ધીમે માછલીઓ કોહવાઈ રહી છે અને જેના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ રહેલી છે. 


મોરબીમાં જગન્નાથજીની નહી મચ્છુ માતાજીની નીકળે છે રથયાત્રા, ખૂબ ડરામણી છે લોકવાયકા


તળાવમાં એક સાથે અસંખ્ય માછલીઓનાં મોત નીપજવાની ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી છે. તળાવનાં કિનારે મૃત માછલીઓના ઢગલા લાગ્યા છે. જો કે એક સાથે અસંખ્ય માછલીઓનાં મોતને લઈને રહસ્ય સર્જાયું છે. તળાવની ચારે તરફ કીનારા પર મૃત માછલીઓના ઢગલા જોવા મળી રહ્યા છે. તળાવનું પાણી પ્રદુષિત થવાના કારણે માછલીઓનાં મોત થયા છે કે પછી કોઈ અન્ય કારણ છે? તે અંગે અનેક શંકા કુશંકાઓ ચાલી રહી છે.


ભારતમાં આવી રહ્યો છે OnePlus નો અત્યાર સુધીનો ધાંસુ ફોન, જાણો ફીચર્સ-કિંમત?