ભારતમાં આવી રહ્યો છે OnePlusનો અત્યાર સુધીનો ધાંસુ ફોન, 16 જુલાઈએ થશે લોન્ચ, જાણો ફીચર્સ-કિંમત?

OnePlus Nord 4 ભારતમાં 16મી જુલાઈએ લોન્ચ થવા જઈ રહ્યું છે. તેની સાથે કંપનીએ Summer Launch event ની તારીખ પણ 16મી જુલાઈની પણ પુષ્ટિ કરી છે. ઓફિશિયલલોન્ચ પહેલા OnePlus Nord 4 ના ફીચર્સ અને કિંમતનો ખુલાસો કરવામાં આવ્યો છે. તેમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. આમાં પ્રાઇમરી કેમેરા 50MPનો હશે. તેના વિશે વિગતે જાણીએ

ભારતમાં આવી રહ્યો છે OnePlusનો અત્યાર સુધીનો ધાંસુ ફોન, 16 જુલાઈએ થશે લોન્ચ, જાણો ફીચર્સ-કિંમત?

OnePlus ભારતમાં અને અન્ય દેશોમાં 16 જુલાઈએ એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવી શકે છે. આ ઈવેન્ટ દરમિયાન કંપની પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. આ હેન્ડસેટનું નામ OnePlus Nord 4 હશે. વનપ્લસે 16 જુલાઈએ તેની સાથે Summer Launch eventની ડેટ પણ કન્ફર્મ કરી છે અને કંપનીએ એક ઈમેજ ટીઝ કરી છે. આ ઈમેજમાં Nord નામની જાહેરાત કરવામાં આવી છે. 

એવામાં આ OnePlus Nord 4 જ હશે. કંપનીએ અગાઉ Nord પોર્ટફોલિયો હેઠળ આવનાર Lite અને CE મોડલને પહેલેથી જ લોન્ચ કર્યા છે. સત્તાવાર લોન્ચ ઇવેન્ટ પહેલા સંપૂર્ણ સ્પષ્ટીકરણ શીટ, ડેન્ડ્સ ઓન ઈમેઝ અને ભારતીય કિંમતનો ખુલાસો થઈ ગયો છે. આ જાણકારી એક અહેવાલને ટાંકીને આપવામાં આવી છે. આવો તેના વિશે ડિટેલ્સમાં જાણીએ.

OnePlus Nord 4 ફીચર્સ અને કિંમત
OnePlus Nord 4 માં 6.74-ઇંચ OLED Tianma U8+ ડિસ્પ્લે આપવામાં આવી છે. તે 1.5K રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે. ઉપરાંત આ ડિસ્પ્લે 120Hz ના રિફ્રેશ રેટ સાથે આવે છે. તેમાં 2150nits પીક બ્રાઈટનેસ છે. તેની કિંમત 31,999 રૂપિયા હોઈ શકે છે. જો કે હજુ સુધી કંપનીએ આ અંગે કોઈ માહિતી આપી નથી.

OnePlus Nord 4 નું પ્રોસેસર
OnePlus Nord 4 માં Qualcomm Snapdragon 7+ Gen 3 ચિપસેટ હોઈ શકે છે. તેમાં 5,500mAh બેટરી છે, જે 100W ફાસ્ટ ચાર્જિંગ ધરાવે છે. આ ફોન એન્ડ્રોઇડ 14 ઓએસ પર કામ કરે છે. આમાં યુઝર્સને 3 વર્ષ માટે એન્ડ્રોઈડ ઓએસ અને 4 વર્ષ માટે સિક્યોરિટી પેચ આપવામાં આવ્યા છે.

OnePlus Nord 4 નો કેમેરા સેટઅપ
રિપોર્ટ અનુસાર OnePlus Nord 4માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. તેમાં પ્રાઈમરી કેમેરા 50MPનો છે. સેકન્ડરી કેમેરામાં 8-મેગાપિક્સલ IMX355 અલ્ટ્રાવાઇડ એંગલ છે. આગળના ભાગમાં 16-મેગાપિક્સલનો સેમસંગ S5K3P9 કેમેરા છે. તેમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ઘણા સારા ફીચર્સ આપવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news