BIG BREAKING NEWS: સ્વચ્છતા સર્વેક્ષણ-2023 એવોર્ડની જાહેરાત થઈ ગઈ છે. સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. સુરતીલાલાઓએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. કહેવાય છેકે, સુરતીલાલાઓ ખાણી પીણીના ખુબ શોખીન હોય છે. તેમને હરવા ફરવાનો પણ ખુબ શોખ હોય છે. જોકે, તેમ છતાં તેઓ પોતાના શહેરને ક્યારેય ગંદુ કરતા નથી. એ જ કારણ છેકે, આજે દેશભરના અન્ય શહેરોને પછાડીને સુરતે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જ્યારે મધ્ય પ્રદેશના ઈન્દોરને સતત 7મી વખત આ પ્રથમ ક્રમાંક માટેનો એવોર્ડ મળ્યો છે. રાજ્યોમાં સાફસફાઈ રાખવાની બાબતમાં મહારાષ્ટ્રને મળ્યો સૌથી સ્વચ્છ રાજ્ય તરીકેનો એવોર્ડ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી દિલ્લી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સમારોહમાં મધ્યપ્રદેશને દેશનું બીજું સૌથી સ્વચ્છ રાજ્ય હોવાનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. ઈન્દોર અને સુરતને સંયુક્ત રીતે નંબર વનનો એવોર્ડ મળ્યો હતો. ઈદોર અને સુરત બન્ને શહેરો સંયુક્ત રીતે સ્વચ્છતા સર્વેક્ષણ-2023માં દેશના સૌથી સ્વચ્છ શહેરોનો એવોર્ડ મળ્યો છે. આ વખતે આ કાર્યક્રમમાં મધ્ય પ્રદેશને કુલ 6 રાષ્ટ્રીય પુરસ્કારો મળશે. રાજ્યના અમરકંટક, મહુ અને બુધનીનો પણ રાષ્ટ્રીય પુરસ્કારની કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ વખતે કુલ 9500 માર્કસનો સર્વે કરવામાં આવ્યો છે.


કેવી રીતે નક્કી થાય છે સ્વચ્છતાના માર્ક્સ?
કેન્દ્રીય શહેરી મંત્રાલય આ રેન્ક નક્કી કરતું હોય છે. અગાઉ સ્વચ્છતા સર્વેક્ષણ 2022ના પરિણામ પહેલાં નવી માર્ગદર્શિકા જાહેર કરાઈ હતી. જેમાં સ્વચ્છતા સર્વેક્ષણના માર્ક્સમાં 2000 નો વધારો કરાયો હતો. પહેલાં સર્વે 7500 ગુણનો હતો. હવે સર્વે 9500 ગુણો નક્કી થઈ ગયા છે. આ રીતે સ્વચ્છતા સર્વેક્ષણના માર્ક્સ વધારી 9500 કરવામાં આવ્યાં હતા. રેકિંગ પેરામીટરમાં પણ ફેરફાર કરાયો હતો. ચાર તબક્કામાં સ્વચ્છતાનું સર્વેક્ષણ કરવામાં આવે છે. સર્વેક્ષણની ટીમો જાહેર સ્થળોએ થૂંકવાના ચિત્રનું પણ મૂલ્યાંકન થશે. લોકોના ફિડબેકના માર્ક્સ વધારીને સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ સૌથી પહેલાં લોકોના ફીડબેક લે છે. 


કઈ વસ્તુના કેટલાં ગુણ હોય છે? 
સ્વચ્છતા સર્વેક્ષણમાં કેન્દ્ર સરકારે આપેલી ગાઈડલાઈન મુજબ ચાર તબક્કામાં આ સર્વેક્ષણ હાથ ધરાય છે. જેમાં લોકોના ફીડબેકના માર્ક્સ વધારીને 2475 કરી દેવામાં આવ્યાં છે. સીટીજન ફિડબેક આ સર્વેક્ષણમાં સૌથી મહત્ત્વનો પાર્ટ ગણાય છે. જ્યારે સર્વિસ લેવલ પ્રોગ્રેસના માર્કસ પણ વધારીને તેમાં 4525 કરી દેવામાં આવ્યાં છે. પહેલાં સર્વે 7500 ગુણનો હતો. હવે સર્વે 9500 ગુણો નક્કી થઈ ગયા છે. કચરો એકત્ર કરવો, ગટરના આવરણ, સફાઈ, પાન-મસાલા ખાઈને થૂંકવાની ટેવ અને ખાતર જેવી બાબતોના મોનિટરિંગના આધારે 48 ટકા માર્ક્સ નક્કી કરવામાં આવે છે. આ બધાના આધારે જ સીટી રેન્ક પણ નક્કી કરવામાં આવે છે.


એક લાખથી વધુ વસ્તી ધરાવતા સૌથી સ્વચ્છ શહેર:
1- ઈન્દોર (મધ્યપ્રદેશ) 2- સુરત (ગુજરાત) 3- નવી મુંબઈ (મહારાષ્ટ્ર)


એક લાખથી ઓછી વસ્તી ધરાવતા સૌથી સ્વચ્છ શહેર:
1-સાસવડ (મહારાષ્ટ્ર)
2-પાટન (છત્તીસગઢ)
3- લોનાવાલા (મહારાષ્ટ્ર)


જાણો સ્વચ્છતા સર્વેક્ષણમાં કયા રાજ્યએ બાજી મારી:
એમપીનું મહુ એ સૌથી સ્વચ્છ કેન્ટોનમેન્ટ છે. મધ્યપ્રદેશના મહુને સૌથી સ્વચ્છ કેન્ટોનમેન્ટ બોર્ડનો એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ ડાયરેક્ટર જનરલ જીએસ રાજેશ્વરને એનાયત કરાયો હતો. ભોપાલ દેશનું પાંચમું સૌથી સ્વચ્છ શહેર બન્યું. ગયા વર્ષે તે છઠ્ઠા સ્થાને હતું.
જ્યારે ઈન્દોરને ગાર્બેજ ફ્રી સિટીમાં સેવન સ્ટાર રેટિંગ મળ્યું છે. આ વખતે મધ્યપ્રદેશે ભારતના બીજા સૌથી સ્વચ્છ રાજ્યનો એવોર્ડ જીત્યો છે. સીએમ મોહન યાદવને આ એવોર્ડ એનાયત કરાયો હતો. છત્તીસગઢને ત્રીજા સૌથી સ્વચ્છ રાજ્યનો એવોર્ડ મળ્યો છે. મહારાષ્ટ્રને રાજ્ય કેટેગરીમાં સ્વચ્છતા માટે પ્રથમ એવોર્ડ મળ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વચ્છતા સર્વેક્ષણ માટે બનાવવામાં આવેલ પોર્ટલનું લોકાર્પણ કર્યું હતું.