તેજસ દવે/મહેસાણા: પાકિસ્તાનના કરાચીમાં 147 વર્ષ પહેલાં કાલુપુર સંપ્રદાયના સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. હવે તેના નવનિર્માણની તૈયારી શરૂ કરવામાં આવી છે, જે માટે સંપ્રદાયના બે સંત ડી. કે. સ્વામી અને ધર્મસ્વરૂપદાસજી કરાચી જશે અને મંદિરનું પુન:નિર્માણ કાર્ય કરાવશે. મંદિરના નિર્માણ કાર્યની સાથે હવે ત્યાં સત્સંગ સભા પણ શરૂ કરવા મામલે ચર્ચા પણ ચાલી રહી હોવાનું સામે આવી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચક્રવાતની અસર શરૂ! આ રાજ્યોમાં સ્કૂલ-કોલેજોમા રજા, જાણો ગુજરાતમાં શું થશે ભયંકર અસર?


વર્ષ 1947માં થયેલ પાટેશન સમયે કરાચી માં સ્થિત સ્વામિનારાયણ ભગવાન સહિત ની મૂર્તિઓ રાજસ્થાનના ઝાલોરના ખાણ ગામમાં લવાઈ હતી, જ્યારે એક મૂર્તિ કરાચી મંદિરમાં જ રખાઈ હતી. મંદિરના કોઈ ટ્રસ્ટી કે સંત વર્ષ 1969 બાદ કરાચી ગયા. મંદિરમાં હાલ સિંધી હરિભક્તો દ્વારા દાન આપવામાં આવે છે. હાલ પણ કરાચીના સિંધપ્રદેશમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં દર વર્ષે આશરે 1થી 2 કરોડ જેટલું દાન મંદિરમાં આવે છે. જોકે પાકિસ્તાનનું દાન પાકિસ્તાનના મંદિરમાં જ ઉપયોગમાં લેવાય છે. 


દૈનિક રાશિફળ 28 નવેમ્બર: કન્યા રાશિને આજે મોટી માત્રામાં આર્થિક લાભ થવાની સંભાવના


કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી જી. કે. પટેલના જણાવ્યા અનુસાર, કરાચી સ્વામિનારાયણ મંદિરની ની આવક કરોડોની છે, પરંતુ તેનો એક પણ રૂપિયો કાલુપુરમાં ઉપયોગમાં લેવાતો નથી. વર્ષો પહેલાં કાલુપુર સ્વામિનારાયણ સંસ્થામાં આખા સંપ્રદાયનું કુલ 70 ટકા જેટલું દાન માત્ર પાકિસ્તાનના કરાચીમાં સ્થિત મંદિરમાંથી આવતું હતું. હાલ પણ કરાચીસ્થિત મંદિરમાં સનાતન હિન્દુ ધર્મના દરેક ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. હાલ પણ મંદિરમાં ઘનશ્યામ મહારાજ તથા રાધાસ્વામીની મૂર્તિ છે, જેની રોજ પૂજા કરવામાં આવે છે.


Vastu Tips: ઘરની દક્ષિણ દિશામાં રાખી લો આ 3 વસ્તુઓ, વધવા લાગશે બેન્ક બેલેન્સ


કાલુપુર સંપ્રદાયના ડી. કે. સ્વામીના જણાવ્યા મુજબ, કરાચીના સ્વામિનારાયણ મંદિરમાં દરરોજ 300થી વધુ ભક્તો દર્શન કરે છે. કાલુપુર સંપ્રદાયના કોઈ પણ સંત અથવા અગ્રણી 1979થી આજ સુધી ત્યાં ગયું નથી પરંતુ કાયદેસરના વિઝા લઈને વર્ષ 2025માં બે સંત ત્યાં જઈને વિચરણ કરશે. કરાચીનું મંદિર પણ અહીંના મંદિરો જેટલું ભવ્ય મંદિર છે. આ મંદિરમાં કેટલાક સુધારા કરવામાં આવશે અને પહેલા જેવું જ સત્સંગ યોજાશે. 147 વર્ષ પહેલાં બ્રિટિશરોએ કરાચીના બંદરઘાટ પર મંદિર માટે 99 વર્ષના ભાડાપટ્ટે જમીન આપી હતી, જેનો સમય પૂરોથયો બાદ લીઝ રિન્યુ કરવા કેસ દાખલ કરવામાં આવ્યો છે.