Vastu Tips: ઘરની દક્ષિણ દિશામાં રાખી લો આ 3 વસ્તુઓ, વધવા લાગશે બેન્ક બેલેન્સ, કરજથી મળશે મુક્તિ

Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ દિશામાં જો યોગ્ય વસ્તુઓ રાખવામાં આવે તો તેનાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે છે. આજે તમને એવી 3 વસ્તુઓ વિશે જણાવીએ જેને દક્ષિણ દિશામાં રાખવાથી લાભ થવા લાગે છે.

Vastu Tips: ઘરની દક્ષિણ દિશામાં રાખી લો આ 3 વસ્તુઓ, વધવા લાગશે બેન્ક બેલેન્સ, કરજથી મળશે મુક્તિ

Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં દરેક દિશાનું મહત્વ દર્શાવેલું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દરેક દિશા જીવન પર પ્રભાવ પાડે છે. જો કરને ચારે દિશાઓને લઈને કેટલીક સાવધાનીઓ રાખવામાં આવે તો જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થવા લાગે છે. ખાસ કરીને ઘરની દક્ષિણ દિશામાં કેટલીક વસ્તુઓ રાખવામાં આવે તો પૈસાની તંગીથી છુટકારો મળી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ એવી છે જેને ઘરની દક્ષિણ દિશામાં રાખવી જોઈએ. જો આ વસ્તુઓને દક્ષિણ દિશામાં રાખવામાં આવે તો બેંક બેલેન્સ વધવા લાગે છે અને કરજ હોય તો તેનાથી પણ મુક્તિ મળી જાય છે. 

આજે તમને દક્ષિણ દિશા સંબંધિત કેટલીક મહત્વની જાણકારી આપીએ. આ જાણકારી ચોક્કસથી તમારા માટે ઉપયોગી સાબિત થશે. આ જાણકારી મેળવ્યા પછી જો તેનું અનુકરણ ઘરમાં કરશો તો તમને શુભ ફળની પ્રાપ્તિ પણ થઈ શકે છે.

ઘરની દક્ષિણ દિશામાં છોડ 

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ દિશામાં કેટલાક છોડ રાખવા લાભદાયી સિદ્ધ થાય છે. ઘરની દક્ષિણ દિશામાં તમે લીમડો, નાળિયેરી, ચમેલી, એલોવેરા અથવા તો મની પ્લાન્ટ લગાવી શકો છો. આ ઝાડ કે છોડ દક્ષિણ દિશામાં લગાડવાથી ધન લાભ થાય છે. સાથે જ ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે. આ છોડને દક્ષિણ દિશામાં રાખવાથી પારિવારિક જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે. 

દક્ષિણ દિશામાં રાખો સાવરણી 

દક્ષિણ દિશામાં સાવરણી રાખવાથી પણ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. વાસ્તુ અનુસાર આ દિશામાં સાવરણી રાખવાથી માતા લક્ષ્મીની કૃપા વરસે છે. જોકે સાવરણી રાખતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે તે કોઈની નજરમાં ન આવે. આ સાથે જ બે ઝાડુ ક્યારેય એક સાથે ન રાખવા. સાવરણીને દક્ષિણ દિશામાં રાખવાથી સંપન્નતા આવે છે. અને ધન સંબંધિત સમસ્યાથી પણ છુટકારો મળવા લાગે છે. 

સોનુ ચાંદી રાખો દક્ષિણ દિશામાં 

દક્ષિણ દિશામાં સોના અને ચાંદીની વસ્તુઓ પણ રાખી શકાય છે. દક્ષિણ દિશામાં સોના ચાંદી રાખવાથી કમાણીના સ્ત્રોત વધવા લાગે છે. સોના ચાંદી જેવા કીમતી સામાન અને વસ્તુઓ દક્ષિણ દિશામાં રાખવાથી જીવનમાં સારા પરિવર્તન જોવા મળે છે. 

દક્ષિણ દિશા સંબંધિત જરૂરી બાબતો 

- બેડરૂમમાં પલંગ એવી રીતે ગોઠવવો કે માથાનો ભાગ દક્ષિણ દિશા તરફ આવે. આ રીતે સુવાથી નકારાત્મકતા આવી થતી નથી અને જીવનમાં શુભ પરિણામ મળે છે. 

- ઘરનું મુખ્ય દ્વાર દક્ષિણ દિશા તરફ હોય તો દરવાજા પર સ્વસ્તિકનું ચિન્હ બનાવવું જેનાથી અશુદ્ધતા દૂર થાય છે. 

- દક્ષિણ દિશા તરફ દ્વાર ખુલતું હોય તો તેના ખરાબ પ્રભાવથી બચવા માટે પંચમુખી હનુમાનજીની મૂર્તિ અથવા તો ગણેશજીની મૂર્તિ આ દિશામાં લગાવો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news