અજય શીલુ/પોરબંદર :દેશભરમાં આજે 71માં ગણતંત્રદિવસ (Republic Day 2020) ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પોરબંદરમાં શ્રીરામ સી સ્વીમીંગ ક્લબના સભ્યો દ્વારા મધદરિયે જઈ અનોખી રીતે ધ્વજવંદન કરીને આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદર (Porbandar) માં શ્રીરામ સી સ્વીમીંગ ક્લબના સભ્યો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી 15મી ઓગષ્ટ અને 26 મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વના દિવસે ખાસ આયોજન કરવામાં આવે છે. પોરબંદરના મધદરિયે જઈને ધ્વજવંદન કરીને રાષ્ટ્રગીતના ગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવે છે. પોરબંદરવાસીઓ પણ દર વર્ષેની જેમ આજે પણ ગણતંત્ર દિવસ (Republic Day India) ની અનોખી ઉજવણીને જોવા અને તિરંગાને સલામી આપવા ચોપાટી ખાતે પહોંચી ગયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજવી માંધાતાસિંહ જાડેજાના રાજતિલકના અવસરને રુડો બનાવશે 3000 રાજપૂતાણીઓ...


કડકડતી ઠંડીમાં દરિયાના ઠંડા પાણીમાં જઈને ધ્વજ લહેરાવવા માટે આ ગ્રૂપના સાહસને બિરદાવવા જેવું છે. સ્વીમિંગ ક્લબના સભ્ય હર્ષિત રૂઘાણીએ જણાવ્યું કે, આજે 71નો પ્રજા. છેલ્લા 20 વર્ષથી અમે આ રીતે દેશના દિવસોને ઉજવીએ છીએ. જેથી યુવાનોમાં દેશભક્તિ અને સાહસની ભાવના પેદા થાય. હવે સ્વીમીંગ કોમ્પિટિશનમાં પોરબંદર દેશમાં નંબર વન બની રહ્યું છે. હાલ બહુ જ ઠંડી છે, આવા વાતાવરણમાં અમારા 7 વર્ષના બાળકથી લઈને 85 વર્ષના સદસ્યો દરિયામાં જઈને ધ્વજવંદન કર્યું તે બતાવે છે કે તેઓ કેટલા ફીટ છે. બધાને વિનંતી છે કે તેઓ સ્વીમિંગ ક્ષેત્રે આગળ જાય તો શરીર તંદુરસ્ત રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક