ઝી બ્યુરો/ગાંધીનગર: ગાંધીનગરના ઉવારસદમાં કોલેરાના કેસો વધતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. જીલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ઉવારસદ અને આસપાસના બે કિ.મી વિસ્તાર કોલેરા ગ્રસ્ત જાહેર કર્યો છે. જાણવા મળી રહ્યું છે કે ઈંટોના ભઠ્ઠા અને આસપાસના વિસ્તારમાં કેસ નોંધાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગિફ્ટ સિટીમાં કોણ પી શકશે દારૂ, કોને મળશે છૂટ, જાણો ગુજરાત સરકારે જાહેર કર્યા નિયમો


ગાંધીનગર કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી ઉવારસદ અને આસપાસના બે કિમી વિસ્તાર કોલેરા ગ્રસ્ત જાહેર કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ઉવારસદ ગામમાં યુવકને ઝાડા-ઉલ્ટી થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર બાદ પણ તેની તબિયતમાં સુધારો ના આવતા તેના સેમ્પલ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલ્યા હતા. 


ગુજરાતની લોકસભાની 26 સીટોના ઉમેદવાર આ નેતાઓ કરશે ફાઈનલ, પાટીલે જ જાહેર કર્યા નામ


રિપોર્ટ આવ્યા બાદ કિશોરનો કોલેરા હોવાનું માલુમ પડતા આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલીક યુવકની સારવાર શરૂ કરી હતી. આ ઘટના બાદ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ઉવારસદ અને કર્ણાવતી યુનિવર્સિટીનાં બે કિલોમીટરનાં વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો. 


ગિફ્ટ સિટીમા દારૂની છૂટછાટ અંગે ગુજરાત સરકારની SOP જાહેર, જાણો કોને કયા નિયમ ફરજિયાત